ભરૂચ રેલ્વે પોલીસ મથકની બરાબર સામે આવેલ ફૂટ બ્રિજ ઉપરથી સામાન્ય રીતે મુસાફરોની અવરજવર થતી હોય છે. પરંતુ આજે રેલ્વે પ્લેટફોર્મ ઉપર એક તરફ ટ્રેન આવી હતી બરાબર ત્યારે જ એક અજાણ્યો ટુ વ્હીલર ચાલક બિંદાસ પ્લેટફોર્મ ઉપર વાહન ચલાવતો જોવા મળ્યો, વળી પાછું તેના ટુ વહીલરની આગળ એક નાનું બાળક પણ સવાર હતું અને આ ચાલક એક હાથે બાળક પકડયું હતું અને એક જ હાથે વાહન હંકારતા ફૂટ બ્રિજ ઉપર વાહન ચઢાવી એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જતો રહ્યો. ન કોઇ રોકટોક કે ન કોઇની પરવા બિંદાસ આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ વાયરલ થયો હતો. જોકે મળતી માહિતી પ્રમાણે રેલ્વે સત્તાધીશોએ કોઇ પગલાં ભર્યા નથી. આ અજાણ્યો વાહન ચાલક કોણ હતો તે અંગે કોઇ માહિતી સાંપડી નથી. પરંતુ તમામ ધારા ધોરણ સલામતીના નિયમની ઐસી તૈસી જોવા મળી. તે જોઈને થાય કે “ઐસા ભી હોતા હેં”.
Advertisement