Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ: દહેજ માર્ગ પર કાસવા નજીક 2 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 લોકોના મોત.

Share

ભરૂચ જિલ્લાના દહેજ માર્ગ પર આવેલા કાસવા ગામ નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કુલ 3 લોકોનું મોત નીપજ્યું હતું. મળતી વિગત મુજબ ભરૂચના દહેજ માર્ગ પર કાસવા ગામ નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવી 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. બે બાઇક સવારો સામસામે ધડાકાભેર ભટકાતાં સર્જાયેલ અકસ્માતમાં બે લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેમાં અન્ય 3 જેટલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા એક દહેગામના વ્યક્તિ અને અન્ય બે કાસવા ગામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે સિવિલ હોસ્પિટલ ખાતે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. હાલ તો પોલીસે 3 લોકોના અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સૌજન્ય : અકિલા ન્યુઝ

Advertisement

Share

Related posts

શું વડાપ્રધાને પરમાણુ હુમલો કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે ?

ProudOfGujarat

ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ-મુખ્યમંત્રી દ્વારા કરાયું સ્વાગત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેકટરે ભાડાના મકાન માં રહેતા પરિવારોને આપી રાહત, એક મહિનાનું ભાડું મકાન માલિક ને નિરાંતે આપવાની રાહત આપતું જાહેરનામું બહાર પાડ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!