Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એ ડિવિઝન પોલીસની હદ વિસ્તારમાં અંગત અદાવતમાં બે ઈસમો વચ્ચે ઝપાઝપી થતાં ફરિયાદીએ સ્વ બચાવ માટે આરોપીને હાથમાં ચપ્પુ અછડતું મારી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી.

Share

ફરિયાદીએ આપેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભરૂચના ભીડભંજનની ખાડી નજીક રહેતા આકાશભાઈ બીજલભાઈ રાઠોડ પોતાની બહેનના ત્યાં ગયા હતા તે દરમિયાન વિશાલ રામજી ગોહિલએ ફરિયાદીના ઘરે જઈ ફરિયાદીને માર મારવાની ધમકી પરિવારજનોને આપી હતી. ત્યારબાદ ફરિયાદીના બનેવી અમિત રામજી ગોહિલએ બંને વચ્ચે સમાધાન કરાવવા આકાશ તેમજ વિશાલને બોલાવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને વિશાલે ફરિયાદીની એક્ટિવાને નુકસાન પહોંચાડી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ રાત્રિ દરમિયાન ભીડભંજનની ખાડી હનુમાનજીના મંદિર પાસે આકાશ અને વિશાલ વચ્ચે એક્ટિવામાં નુકસાન પહોંચાડવા બાબતે ઝપાઝપી થતાં સ્વ બચાવ માટે ફરિયાદીએ વિશાલને પોતાના હાથમાં રહેલ ચપ્પુ અછડતુ મારી દીધું હોવાની ફરિયાદ ફરિયાદીએ એ. ડિવિઝન પોલીસ મથકે લખાવી છે.

Advertisement

Share

Related posts

આજે પારસીઓએ નવા વર્ષ ‘પતેતી’ની સાદગીથી કરી ઉજવણી.

ProudOfGujarat

ડુંગરી ગામમાં તંત્ર ખાંડામાં કે રોડ ખાંડામાં ! લોકોની સમસ્યા ચરમસીમાએ !

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાનાં કેસો સતત વધતા તંત્રની ચિંતા વધી, કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો આંકડો 504 પર પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!