Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધીરુભાઈ અંબાણી મેમોરિયલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફિલાટેકસ ઇન્ડિયા વિજેતા.

Share

ધીરુભાઈ અંબાણી મેમોરિયલ કોર્પોરેશન દ્વારા દહેજની સરસ્વતી ટાઉનશીપ ખાતે રિલાયન્સ કપ ૨૦૧૯-૨૦ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ૨૮ જેટલી કંપનીઓની ટીમોએ ભાગ લીધો હતો. રિલાયન્સ કપની છ લીગ મેચ, ક્વાર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલમાં ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડની ટીમે શાનદાર દેખાવ કર્યો હતો. રિલાયન્સ કપની ફાઇનલ મેચ ઓપેલ અને ફિલાટેક્સ ઇન્ડિયા વચ્ચે રમાઈ હતી. રસાકસી ભરેલી ફાઇનલ મેચમાં ટોસ જીતી ફિલાટેક્સ બેટિંગ લઈ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૨ રન કર્યા હતા. હરીફ ઓપલની ટિમને ફિલાટેક્સની ટીમે વીસ ઓવરમાં જ ૧૩૮ રને ઓલાઉટ કરી ઘરભેગા કરી જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ફિલાટેક્સ ઇન્ડિયા દહેજના પ્લાન્ટ હેડ વેણુ વ્યાસના માર્ગદર્શન હેઠળ સતત ત્રીજી વખત કંપનીની ટીમે રિલાયન્સ કપ હસ્તગત કરતા ફિલાટેક્સમાં ગુડ ફિલનું વાતાવરણ છવાયું હતું.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના પાલોદ ગામે રૂ.૧૨૬ કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

બનાસકાંઠામાં ધર્માતરણ મામલે ગૃહ વિભાગ એક્શનમાં – ATS ને તપાસના આદેશ આપ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર ઈનરવ્હીલ ક્લબ દ્વારા શિક્ષકદિન નિમિત્તે મોબાઈલ સ્કુલ પ્રોજેક્ટના શિક્ષકોનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!