ભરૂચ શહેર અને જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો. ધો. 10 તેમજ ધો. 12ની બોર્ડ પરીક્ષામાં 41080 જેટલા વિદ્યાર્થીઓના ભાવિની કસોટીનું આજથી કાઉન્ટડાઉન શરૂ થયું હતું.
આજથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓનું શુભારંભ થયું હતું. સવારના સેશનમાં ધો.10 ના વિદ્યાર્થીઓ પોતપોતાના પરીક્ષા કેન્દ્રમાં પ્રથમ દિવસે થોડા વહેલા પહોંચી ગયા હતા. તેઓ સાથે તેમના વાલીઓ પણ જોવા મળ્યા હતા.ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નવનીત વ્યાસે જણાવ્યું હતું કે પરીક્ષા સંકુલમાં તંત્ર દ્વારા વિજળી, પાણી સહિતની પ્રાથમિક સુવિધાની ચકાસણી કરી વિદ્યાર્થીઓ પરીક્ષા સંકુલમાં પરીક્ષા વખતે મુકત મને પરીક્ષા આપે તે માટે વીજળી પાણી જેવી સુવિધાઓ કરવામાં આવી છે.પ્રત્યેક પરીક્ષા કેન્દ્રો પર ચોરી અટકાવવા પ્રાયશ્ચિત પેટી મુકવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ સ્વયં કાપલી સહિતનું સાહિત્ય તેમાં મૂકી ઈમાનદારી પૂર્વક પરીક્ષા આપે.વધુમાં પોલીસ તંત્ર દ્વારા દરેક કેન્દ્રો પર ચાંપતો બંદોબસ્ત તેનાત કરી દીધો હતો.
ભરૂચ : આજથી પ્રારંભ થનાર ધો. 10 તેમજ ધો. 12 ની બોર્ડ પરીક્ષામાં 41080 જેટલા વિદ્યાર્થીઓના ભાવિની કસોટીનું આજથી કાઉન્ટડાઉન શરૂ થયું.
Advertisement