Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ભીડ ભંજરના યુવકોએ માનવતા મહેકાવી માતાથી વિખુટા પડેલા 4 વર્ષીય બાળકનું માતા સાથે મિલન કરાવ્યું.

Share

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ભીડ ભંજર વિસ્તારમાં રહેતા નયન ટેલરને ગઇ કાલે સાંજના સુમારે એમના વિસ્તારમાંથી એક 3 થી 4 વર્ષીય બાળક મળી આવ્યો હતો. આ બાળક પોતાનું નામ કે એડ્રેસ બરાબર આપી શકે એવી હાલતમાં ન હતું.તયારે આજના કાળા યુગમાં માનવતા મહેકાવતો કિસ્સો સામે આવ્યો હતો.

નયન ભાઈ અને એમના મિત્રો દ્વારા આખી રાત ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાળકને લઈને ફરી એના માતા પિતાની શોધખોળ કરી હતી પણ કોઈ પણ જગ્યા પર કોઈ ભાળ આ છોકરાના માતા પિતાની મળી ન હતી. રાત્રીના 12 વાગ્યા સુધી બાળકને લઈને ફરી ફરીને થાકેલા નયન ભાઈ અને એમના મિત્રો કંટાળીને ભરૂચ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ નયન ભાઈને મીડિયા કર્મી અવી સૈયદ મળ્યા હતા.અવી સૈયદ સાથે વિચાર વિમસ કરી નયન ભાઈએ ફેંસલો લીધો હતો કે આ બાળકને પોતાના ઘરે જ લઈ જાય અને સવારે ભરૂચ પોલિસને સોંપવામાં આવે. પણ કુદરતને કંઈક અલગ જ મંજુર હોય એમ સવાર પડતા જ નયનભાઈને ભરૂચ સિવિલથી ફોન આવ્યો કે આ બાળકની માતાને સિવિલ હોસ્પિટલ પર કોઈ ઇસમ સારવાર માટે લાવ્યા છે. આ ફોન આવતા જ નયન ભાઈ તાત્કાલિક આ બાળકને લઈ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને માતાને એમનો બાળક સોંપ્યો હતો. બાળક માતા પાસે આવી જતા માતાની આખો ભરાઈ આવી હતી અને માતાએ રડતી આંખોથી બાળકના માથા પર હાથ ફેરવીને નયન ભાઈનો આભાર માન્યો હતો. એમ આ કિસ્સામાં જોવા મળ્યું કે આજના આ કળિયુગમાં પણ માનવતા મહેકાવતા વ્યક્તિઓ હોય છે જે આવા ગરીબ નિરાધાર લોકોને કોઈકને કોઈક રીતે કામ લાગે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનો કોલ્ડેસ્ટ દિવસ

ProudOfGujarat

પંચમહાલમા વરસાદે વિરામ લેતા ખેડુતોએ ખેતરમા પાકોની શરુ કરી વાવણી.

ProudOfGujarat

તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા સિરિયલના ડો.હાથીના પાત્રથી જાણીતા બનેલા કવિકુમાર આઝાદનુ નિધન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!