ભરૂચ GIDC માં રીક્ષામાં વિદેશી દારૂ લાવતો ઊંડાઈનો બુટલેગર સાથે ખેપિયો ઝડપાયો હતો. ભરૂચ શહેર જીલ્લામાં બુટલેગરો યેન કેન પ્રકારે દારૂ ઘુસાડી રહ્યા છે. ત્યાં ભરૂચ LCB પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી કે ભરૂચ GIDC માં રીક્ષામાં દારૂ લાવવામાં આવ્યો છે. આથી પોલીસે GIDC માં આંટા ફેરા મારતા રીક્ષામાં અગાઉ દારૂમાં ઝડપાયેલા મહંમદ ફારૂક શેખ રહેવાસી બહારની ઊંડાઈ ભરૂચને જોતાં તેને રોકી તપાસ કરતાં 17,000 નો દારૂ સાથે અલ્પેશ અશોક ડાભી રહે.અમદાવાદને ઝડપી લઈને રીક્ષા, વિદેશી દારૂ મળી કુલ રૂ.78,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ કાયસ્થ બંધુ એટલે કે નયન અને રાહુલનો હોવાની ચર્ચા છે. જોકે LCB પોલીસે સી ડીવીઝન પોલીસને હવાલે કરી તપાસ શરૂ કરી છે.
Advertisement