ભરૂચનાં માંડવા ટોલ પ્લાઝા પાસે એસ.ઓ.જી. પોલીસે બાતમીને આધારે વાહનોનાં સામાનનાં બિલો ચેક કરી સામાન ચેક કરતાં કન્ટેનર ટ્રકમાં આર્મી જવાનોનાં સામાનનાં બિલ હતા અને કન્ટેનર ટ્રકમાંથી ગુટકા, પાન મસાલા નીકળતા ખોટા બિલના આધારે ત્રણ લોકોને ઝડપી લઈ રૂ. 71 લાખ ઉપરાંતનાં મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો છે.
ભરૂચ, વડોદરા, સુરતને જોડતા નેશનલ હાઇવે ઉપરથી પસાર થતાં વાહનોમાં દારૂ ડ્રગ્સ સહિત બે નંબરી સામાનની હેરાફેરી વધતાં આ મામલે પોલીસ દ્વારા પાકી બાતમી મળતા કેટલીક વખત બે નંબરનો સામાન પોલીસને હાથે લાગતો હોય છે. ત્યાં દારૂની હેરાફેરી તો અવનવા તરીકાઓથી થાય છે. પરંતુ હવે બીજા સામાનની હેરાફેરી પણ થઈ રહી છે. આર્મી એટલે કે દેશનાં સૈનિકોનાં સામાનનાં નામે ગુટકા હેરાફેરી ઝડપાઈ છે. મળેલી વિગતો ભરૂચ એસ.ઓ.જી. પોલીસને પાકી બાતમી મળી કે કેટલાક વાહનોમાં ખોટા બિલોને આધારે ગેરકાયદેસર સામાનની હેરાફેરી થઈ રહી છે. જેને પગલે SOG ભરૂચ પોલીસનાં સ્ટાફે નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી. બાતમીને આધારે વાહનો ચેકિંગ થતાં હતા. ત્યાં કન્ટેનર ટ્રક નં.GJ-16-X-7339 આવતાં પોલીસે બિલો ચેક કરતા બિલમાં આર્મી હાઉસ હોલ્ડ મટીરીયલ MES નું બિલ જોતાં પોલીસે આર્મીનો સામાન હોવાનું લાગ્યું હતું.
પરંતુ કન્ટેનર ચાલકની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે કન્ટેનરમાં તપાસ કરવા દરવાજા ખોલતા પોલીસ ચોંકી ઉઠી કેમ કે આર્મીનાં સામાનને બદલે અંદર અલગ-અલગ પ્રકારનાં પાન-મસાલા, તમાકુનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાત્રિનાં જપ્ત કરેલા સામાન તપાસ કરતાં રૂ.71 લાખ 99 હજાર ઉપરાંતનો ગુટકા પાન-મસાલા મળી આવ્યા હતા સાથે કન્ટેનર ટ્રક કિંમત રૂપિયા 5 લાખ મળી આવતા પોલીસે 77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને કન્ટેનર ચાલક સુરેન્દ્ર છબ્બુલાલ યાદવ ઉં વર્ષ-32 રહેવાસી એરફોર્સની બાજુની ઝુંપડપટ્ટીમાં તેમજ ફરાર નરેશ, લાલુ, છગન, ખાંડા ટ્રાન્સપોર્ટનાં માલિક લક્કીસિંગ સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં IPC 467, 468, 471, 465, 114 તથા 120 બી મુજબ ગુનો દાખલ કરી આર્મી હાઉસ હોલ્ડ મટીરીયલનું ખોટું બિલ બનાવી અસલ તરીકે ઉપયોગ કરવા સહિતની વિવિધ કલમો સામે ગુનો દાખલ કરાવી આ મટીરીયલ કયાં લઈ જવામાં આવતું હતું, કોણે મંગાવ્યું છે તેની તપાસ SOG પોલીસ ચલાવી રહી છે.
વડોદરાનાં આર્મી હાઉસ હોલ્ડ મટીરીયલની ખોટી બિલ્ટી બતાવી ગુટકા તમાકુ લઈ જતાં કન્ટેનરને SOG પોલીસે માંડવા ટોલનાકા પાસે ઝડપી લીધું.
Advertisement