ખેડુત હિતરક્ષક દળના પ્રમુખ તરીકે ખેડુતોના પ્રશ્નોને વાચા આપી સફળતા પૂર્વક નિરાકરણનો સ્ત્રોત બનનાર માવસંગ પરમારની પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિશાન સેલના વાઈસ ચેરમેનની નિમણુક કરવામાં આવી. જ્યારે યાકુબ ગુરજીને ભરૂચ જિલ્લાના કિસાન સેલના ચેરમેન પદે નિયુકત કરવામાં આવતા જીલ્લાનાં કોંગ્રેસ આગેવાનો,કાર્યકરો તેમજ ખેડુતોમાં અનુઠો ઉત્સાહ વ્યાપી ઉઠ્યો છે તે સોશિયલ મિડિયામાં જોવા મળ્યો.ખેડુત સંગઠનના માધ્યમથી છેલ્લા સાત વર્ષથી ખેડુતોના વિવિધ પ્રશ્નો જેમ કે ૪૪ ગામોની PCPIRDA ની નગર રચનાઓ વિરૂદ્ધ ખુબ જ સંયમ અને સમજદારીથી આંદોલન ચલાવી આજ સુધી સરકારને ખેડુતોની જમીનો ૩૫ ટકા મફતમાં લેવાથી રોકી રાખી ખેડુતોનો વિશ્વાસ સંપાદન કર્યો તેમજ વાગરા તાલુકાના ૧૯ ગામોની GIDC દ્વારા નાંખવામાં આવતી પાણીની પાઈપ લાઈનમાં ખેડુતોને પાક નુકશાનીનું પાંચ વર્ષનું વળતર અપાવી એક ઐતિહાસિક નિર્ણય સરકારમાંથી કરાવી પરિણામલક્ષી આંદોલન કરનારા ખેડુત સંગઠનની છાપ જીલ્લામાં ઉભી કરનાર માવસંગ પરમાર,યાકુબ ગુરુજીની દિલ્હી કોંગ્રેસ દ્વારા કિસાન સેલમાં નિમણુક આપી જેને જીલ્લામાં ખુબ આવકાર મળે તે સ્વાભાવિક છે
પ્રદેશ કિશાન સેલના વાઈસ ચેરમેન અને ભરૂચ જીલ્લા કિશાન સેલના ચેરમેનની નિમણૂકથી ભરૂચ જીલ્લાનાં ખેડુતો અને કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોમાં ખુશી અને ઉત્સાહની લહેર પ્રસરી ઉઠી.
Advertisement