ભરૂચ તાલુકામાં ફરીવાર તસ્કરોની ગેંગ સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ગઈકાલે રાત્રિના ભરૂચ તાલુકાનાં અમલેશ્વર ગામનાં આંબલીયા ખડકી ફળિયામાં રહેતા મનીષભાઈ પટેલ કે જેઓ કેબલ નેટવર્ક ચલાવે છે સાથે સાથે સ્કૂલ વર્ધી પણ ચલાવે છે તેઓ ગઇકાલે રાત્રીના પરિવાર સાથે સૂતા હતા તે દરમિયાન તેમના ભાઇના રૂમની બારીમાંથી તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો. હાથમાં બેટરી હતી તેને ખબર હતી કે ઘરમાં સીસીટીવી કેમેરા લાગે છે તેનું ડીવીઆર તેણે બેટરી વડે ચકાસીને કેમેરા ઉપર સફેદ કપડું નાખ્યું હતું. ચોર એટલો ચાલાક હતો કે તેણે દાદર ચડતી સમયે પોતાના પાસેનું કપડું મોઢા પર અને માથા ઉપર ઢાંકી દીધું હતું. ઘરમાં તેણે કબાટ ખોલી વીસ હજાર રોકડા સોના ચાંદીના દાગીના મળી દોઢ લાખની ચોરી કરી ભાગવા જતા મનીષભાઈના પત્ની જાગી જતા તસ્કરને પડકારતા તેમની પત્નીને ધકકો મારી તસ્કર ભાગી ગયો હતો. જોકે બુમાબુમ થતાં પરિવારનાં લોકો જાગી ગયા હતા અને તસ્કરને શોધવાની કવાયત હાથ ધરી હતી. જોકે તસ્કર દોઢ લાખ ઉપરાંતનાં મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના પી.આઈ ચૌધરી દોડી ગયા હતા. હાલ તો પોલીસે ડોગ સ્કોડ એફ.એસ.એલ ની મદદ લીધી છે.
ભરૂચ : અમલેશ્વર ગામમાં ઘરમાં ચોરો ધુસી 1,50,000 ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયો.
Advertisement