ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના અગ્રણીઓ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભેગા થઇ આવક વેરા વિભાગની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. તેમજ આગામી ૨૯ તારીખે ઝાડેશ્વરનાં નિલકંઠેશ્વર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઇ સંમેલન યોજી આયકર વિભાગમાં રજુઆત કરવાની તૈયારી બતાવી છે, ખેડૂતોનું જણાવવું છે કે એક ખેડૂત તરીકે તેઓને કોઈ પણ પ્રકારના વેરા ભરવામાં આવતા નથી તેમ છતાં લાખો અને કરોડોનાં વેરા ભરવાની નોટિસો આયકર વિભાગ દ્વારા આપવામાં આવી છે તે બાબત ગેર વ્યાજબી છે અને આ મુદ્દે આગામી દિવસોમાં ખેડૂતોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
Advertisement