ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ રહ્યાં બાદ શુક્રવારે રાત્રીનાં સમયે અચાનક ઠંડો પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો અને વાતાવરણમાં ધુમ્મસ સાથે પવનનાં કારણે વાતાવરણમાં ઠંડક ફેલાય ગઈ હતી.
લઘુતમ તાપમાનનો પારો ગગડી ૧૭ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જો કે આજે ફરી મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રીએ પહોંચી જતાં ગરમીનો માહોલ સર્જાયો હતો.ભરૂચ જિલ્લામાં એક સપ્તાહથી વાતાવરણમાં પલટો આવતાં શિયાળાએ જાણે કે વિદાય લઈ લીધી હોય એમ લાગતું હતું એવામાં શુક્રવારે રાત્રીનાં સમયે પવનથી વાતાવરણમાં ઠંડક ફેલાય હતી અને સવારે ગાઢ ધુમ્મસની સફેદ ચાદર ચોતરફ ફેલાય જતાં વિઝીબિલિટી ઓછી થવા પામી હતી, સવારની ઠંડી બાદ બપોરની ગરમી અને રાતની ઠંડી જેવા વાતાવરણના પગલે ખાંસી,તાવ તેમજ શરદીના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હજી ઉનાળાની સિઝન શરૂ થઈ નથી તેવામાં તાપમાનનો પારો ૩૨ ડીગ્રીએ પહોંચી જતાં આગામી દિવસોમાં ઉનાળો આકરો રહે એવી શક્યતાઓ છે.રાત્રીનાં સમયે ઠંડી અને દિવસ દરમ્યાન ગરમીનાં અનુભવાતી હોય એ મિશ્ર ઋતુમાં રોગચાળા માથું ઊંચકતા દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યા વધી છે .
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ