Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ટી.બી ની બીમારીથી માતાનું હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત થતાં 3 વર્ષની પુત્રી માતાને જગાડવા પ્રયત્ન કરે છે.

Share

ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ટી.બી ની સારવાર લેતી માતાને 3 વર્ષની પ્રિન્સી સવારે વારંવાર જગાડવાનો પ્રયાસ કરતી હતી પરંતુ માતાનું મોત થયું હોવાથી પ્રિન્સી હવે નિરાધાર બની ગઈ છે. ભરૂચ સિવિલ હોસ્પીટલમાં આજે સવારે એક નાની બાળકી માતાને જગાડવાનો વારંવાર પ્રયાસ કરી હતી પરંતુ માતા તો નિર્જીવ બની ગઈ હતી. આ દરમ્યાન સામાજીક કાર્યકર્તા ધર્મેશભાઈ સોલંકી હોસ્પીટલમાં આવતાં તેમણે આ દ્રશ્ય જોયું હતું. તબીબને બોલાવી તપાસ કરાવતાં મહિલાનું મોત થઈ ગયું હતું. આ જોઈને ધર્મેશભાઇનું જ નહીં પણ હાજર સર્વ કોઈનું હદય કંપી ઊઠયું હતું કેમ કે 3 વર્ષની નિર્દોષ પ્રિન્સી માતાને ઉઠાવવાનો પ્રયાસ કરી રહી હતી અને માતા નિર્જીવ થઈને પડી હતી તે દ્રશ્યને પગલે હાજર લોકોનાં હદય કંપી ગયા હતા. આંખોમાંથી આંસુ વહી ગયા હતા. આ દ્રશ્ય જોઈને ભલભલા હચમચી ગયા હતા. આ બનાવમાં મળેલી વિગતોમાં અંકલેશ્વર તાલુકાનાં જુના છાપરાં ગામે રહેતી મનીષા વસાવાનાં થોડાં વર્ષ પહેલાં ભરૂચનાં ધોળીકુઈ બજારમાં રહેતા અમૃત વસાવા સાથે પ્રેમ લગ્ન થયા અને તેઓ ધોળીકુઇમાં રહેતા હતા આ દરમ્યાન પ્રિન્સી નામની બાળકીનો જન્મ થયો હતો. ત્યાં ત્રણ વર્ષ પહેલાં અમૃત વસવાનું મોત થતાં મનીષા અને પુત્રી પ્રિન્સી નિરાધાર બનતા તેમણે ભીખ માંગીને પોતાનું પેટ ભરવાનું શરૂ કર્યું હતું. જયારે છેલ્લા કેટલાક સમયથી બિમાર રહેતી મનીષા બેન બે-ત્રણ દિવસ પહેલા ભરૂચ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ થઈ હતી. મનીષાનાં તબીબ રિપોર્ટમાં તેને ટી.બી હતો અને તે અંતિમ તબક્કામાં હતા. ત્યાં આજે બે-ત્રણ દિવસથી માતાનાં ખાટલે બેસતી 3 વર્ષીય પ્રિન્સી જ માતાનો સહારો હતો ત્યાં એકબીજાનાં સહારા બનેલા માતા પુત્રી આજે વિખુટા પડયા હતા કેમ કે સવાર દરમ્યાન માતા મનિષાનું મોત થયું. બાળકી માતાનાં ખાટલે માથાનાં ભાગે બેસીને નિર્દોષ ભાવે માઁ ઉઠ કહે છે. પરંતુ કયાંથી ઊઠે માઁ તો આ દુનિયામાં તેને એકલી મુકીને બીજી દુનિયામાં ચાલી ગઈ છે. જયારે 3 વર્ષ પહેલાં પિતાને ગુમાવ્યા અને હવે માતાને પણ ગુમાવનારી પ્રિન્સી ફરી નિરાધાર બની ગઈ છે. જયારે આ વાતની જાણ થતાં સામાજીક કાર્યકર્તા ધર્મેશભાઈ સોલંકી દ્વારા મનીષાબેનનાં વાલી વારસોને શોધવાની સાથે સાથે તેમની અંતિમ ક્રિયા કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. તેમણે બાળકી માટે પણ નારી કેન્દ્ર સહિતનાં વિભાગોને જાણ કરી હોવાનું જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉડયા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે કોરોના વોરિયર્સ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ ઉજવાયો.

ProudOfGujarat

વડોદરા : કરજણ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!