ભરૂચ જીલ્લાનાં વાતાવરણમાં એકાએક પલટો આવતા સવારથી આકાશમાં કાળા દિબાંગ વાદળો ધેરાયા હતા અને સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ હતું. ભરૂચ જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. દિવસ દરમ્યાન ગરમી તો રાત્રીનાં ઠંડક જોવા મળે છે. બે-ત્રણ દિવસથી વાતાવરણમાં બેવડી ઋતુ એટલે કે શિયાળો અને ઉનાળાની ઋતુનો અનુભવ લોકો કરે છે. હાલમાં 35 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. જયારે બે-ત્રણ દિવસથી જીલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં આજે સવારથી જ જીલ્લાનાં આકાશ ઉપર કાળા દિબાંગ વાદળો ધેરાયા હતા અને જીલ્લામાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણને પગલે સૂર્ય વાદળો પાછળ છુપાતા જીલ્લામાં શીત લહેર દોડી હતી. વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું એટલું જ નહીં પણ ધુમ્મસને કારણે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. જીલ્લામાં આજે શીત લહેર દોડી જતાં લોકોને ગરમીથી રાહત થઈ હતી.
ભરૂચ જીલ્લામાં વાદળછાયું વાતાવરણ ધુમ્મસને પગલે ઠંડક પ્રસરી.
Advertisement