ભરૂચ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર યુક્ત શાસન ચાલી રહ્યા હોવાની બૂમ ઉઠવા પામી છે પાછલા વર્ષોમાં બનેલા રસ્તાઓ એક જ વરસાદમાં ધોવાઈ ગયા હોવાને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તાનું કામ તકલાદી રૂપે કરવામાં આવ્યું હોવાનું લોકબુમ ઉઠવા પામી હતી. થોડા દિવસ અગાઉ રસ્તો બનાવમાં થીંગડા મારીને પાલિકાના સત્તાધીશોએ શહેરની પ્રજાને ઉલ્લુ બનાવવાનું કામ કર્યું હતું. ત્યાં થોડા દિવસ બાદ ભરૂચ તાલુકાના કાસદ ગામે નગરપાલિકાના શહેરના તમામ કચરો નિકાલ કરવામાં આવતો હતો અને તેમાં પણ કટકી વ્યવહાર ચાલતો હતો તે ખુલ્લેઆમ મીડિયામાં જાહેર થયો હોવા છતાં નગરપાલિકાના કેટલાક ભ્રષ્ટાચારીઓ દ્વારા આ કૌભાંડને દાબી દેવા માટે સામ-દામ-દંડ-ભેદ નીતિ અપનાવી હતી. આ કૌભાંડને ડામી દેવા માટે સત્તાધીશોએ અને અધિકારીઓએ ધમપછાડા કર્યા હતા.
પરંતુ જાગૃત લોકોના કારણે આ કૌભાંડ છૂપાવવામાં નગરપાલિકા સફળ થઇ ન હતી. ભરૂચ નગરપાલિકાનું બીજું એક કૌભાંડ મુલદ નજીક કચરાનો નિકાલ કરવા માટે બે હજારથી લઇને ત્રણ હજાર રૂપિયા સુધીનો તોડ પાલિકાના સત્તાધીશોનાં કેટલાક હોદ્દેદારો કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં સાઈડ સુપરવાઇઝર યુસુફભાઈનું નામ આવ્યું હતું જેમાં સતીશ મિત્રનું નામ પણ બહાર આવ્યું હતું એટલું જ નહીં પણ આ કૌભાંડ અધિકારીઓ સાથે મળીને જ કટકી કરીને જ આચરવામાં આવતો હોવાનું કહેવાય રહ્યું હતું. ત્યારે આ કૌભાંડમાં સામેલ સાઈડ સુપરવાઇઝર યુસુફભાઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જોકે બીજા કૌભાંડોમાં નગર પાલિકાના સત્તાધીશોએ કોઈની પણ સામે પગલાં નહીં ભરતા આજે પશ્ચિમ વિસ્તારના જાગૃત યુવાનોએ અબ્દુલ કામથીની અધ્યક્ષતામાં એક હલ્લાબોલ કાર્યક્રમ નગરપાલિકા ખાતે કર્યો હતો અને પાલિકાના સત્તાધીશોને ભેદભાવ અને પક્ષપાત વિનાનો વહિવટ કરવાની સલાહ આપી હતી. પાલિકામાં બેસી જઈને પક્ષપાત વિનાનો વહીવટ બંધ કરો તેમજ જવાબદાર સામે આ પગલાં ભરો યુવાનોએ વિરોધ પક્ષના નગરસેવકોને પણ આ મામલે ચૂપ નહીં રહેવા કહ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ પણ વાત કર્યા વિના ચાલ્યા જતા યુવાનો રોષે ભરાયા હતા.
ભરૂચ નગરપાલિકાના પક્ષપાતી વલણ સામે ભરૂચ શહેરના જાગૃત યુવાનો દ્વારા તમામ કૌભાંડોમાં નિષ્પક્ષ તપાસ થાય જવાબદારો સામે પગલાં ભરાય તેવી માંગણી કરતું આવેદનપત્ર આપ્યું.
Advertisement