Proud of Gujarat
FeaturedGujaratINDIA

શુકલતીર્થ ગામે મહિલા બુટલેગર 70 હજાર ઉપરાંતનો દારૂ વેચતા ઝડપાઈ.

Share

ભરૂચ તાલુકાનાં શુકલતીર્થ ગામે મહિલા બુટલેગર દારૂ વેચતી હોવાની માહિતી નબીપુર પોલીસને મળતા પોલીસે રેડ કરતાં 70 હજારનાં વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગરને પોલીસે ઝડપી લીધી હતી. ભરૂચ જીલ્લામાં દારૂબંધીનાં કડક અમલ કરવા બુટલેગરો ઉપર બાતમીદારોને લગાવી દઈને દારૂ પકડવામાં આવી રહ્યા છે. જેને પગલે જીલ્લા પોલીસ વડાને મળેલી પાકી માહિતીને પગલે DYSP વાધેલાને તે અંગે માર્ગદર્શન આપીને નબીપુર પોલીસને શુકલતીર્થ ગામે રેડ કરવાનું જણાવી પોલીસે પાકી બાતમીને આધારે રેડ કરતાં સવિતા રતિલાલ માછીનાં ઘરનાં અંદરના રૂમમાંથી ભારતીય બનાવટનો પ્રતિબંધિત દારૂની બોટલો જુદા જુદા બ્રાન્ડની 703 નંગ કિંમત રૂ.70,300 નો મુદ્દામાલ મળી આવતા સવિતાબેન માછીની અટક કરી નબીપુર પોલીસ મથકમાં આ અંગે ગુનો દાખલ કરીને દારૂ કયાંથી લાવી સપ્લાયર કોણ છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાતની દીકરી રાધા યાદવને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન, શ્રીલંકા સામે ટી-20 રમશે…

ProudOfGujarat

નડિયાદના સાગર એવન્યુ એપાર્ટમેન્ટમાં મોબાઇલ ટાવર ન નાંખવાની માંગ સાથે જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ભરુચ થયુ અનલોક : ઘણા સમયબાદ ખુલ્લા મુકાયા મંદિરોના દ્વાર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!