ખારવા હાંસોટી માછી સમાજ દ્વારા યોજાયેલ તૃતીય લગ્નોત્સવ માં મક્તમપુર, હાંસોટ, ભાડભૂત, અંભેટા, કસક, અંકલેશ્વર જેવા ભરૂચના ટોટલ છ જેટલાં ગામોનો સમાવેશ થયો. સમાજના ખુબ જ ગરીબ વર્ગ ના લોકો માટે આવા લગ્નોત્સવ થકી સમાજની ગરીબ દીકરીઓ ને ખુબજ ઓછા ખર્ચ લગ્ન નો લાભ લઈ શકે એવા ઉમદા હેતુ થી આ સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્ન દ્વારા સમાજ ને એક સંદેશો પણ આપવામાં આવ્યો. આજ રોજ જે 13 દીકરીઓ ના લગ્ન થયાં છે અને ભવિષ્ય માં લગ્નનો માં જે 2 થી 5 લાખ ખર્ચ થાય છે સમાજના માં- બાપ જે હેતુ થી દીકરીઓના લગ્ન કરે છે તે ખોટા ખર્ચ બંધ કરે અને વધુ માં વધુ સમાજ ની દીકરીઓ તથા તેમના દીકરા સમૂહલગ્ન માં જોડાઈ ને આ પવિત્ર કાર્યક્રમમાં સમાજ ના લોકો ને સહકાર આપે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ને આરશીવાદ આપવાં પધારેલ મહાન અનુભાવો માં ભરૂચ ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેશ ભટ્ટ, મહામંત્રી ધર્મેશ મિસ્ત્રી, માજી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, સંદિપ માંગરોલા, ભરૂચ શહેરના મહામંત્રી અને કાઉન્સીલર સ્થાનિક દિપક મિસ્ત્રી,સ્થાનિક કાઉન્સિલર સતીષ મિસ્ત્રી,કાઉન્સિલર મનહર પરમાર તેમજ દરેક સમાજ ખારવા હાસોટી માછી સમાજ ના આગેવાનો તેમજ યુવા હાજર રહી પ્રસગની શોભા વધારી હતી.
આજરોજ વેજલપુર ભરૂચ ખાતે સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્ન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું.
Advertisement