ભરૂચ શહેરનાં દાંડિયા બજારમાં રહેતી મહિલા ગાંજાનો વેપાર કરી રહી હોવાની બાતમીને પગલે એસ.ઓ.જી. પોલીસે રેડ કરતાં 26 કિલો ઉપરાંતનો ગાંજો જેની કિંમત રૂ.1,58,000 ઉપરાંતનો કબ્જે કરી મહિલાની ધરપકડ કરી હતી. ભરૂચ શહેર જીલ્લામાં નશીલા પદાર્થના સેવન કરતાં લોકો કોઈપણ જગ્યાએથી મેળવીને નશો કરતાં હોય છે. જ્યાં ભરૂચ જીલ્લામાં ભૂતકાળમાં પણ નશા કારક પદાર્થથી નશો કરવાની ધટનાઓ બહાર આવી છે. ભૂતકાળમાં કફ શિરપનો ઉપયોગ પણ નશા તરીકે યુવાનો કરતાં હતા. કેટલાક તો વાઇટ ઇન્કનો ઉપયોગ પણ નશા માટે કરતાં હતા. જયારે ભૂતકાળમાં નશીલા ગોળીઓ તેમજ ભાંગની ગોળીઓ પણ ઝડપાઈ હતી. જ્યાં જીલ્લામાં પાછલા વર્ષમાં ગાંજાનો વેપાર કરનારા ઝડપાયા હતા જેમના સપ્લાયરો હજુ પણ પોલીસ તપાસની રડારમાં છે. ત્યાં જ ભરૂચ એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે શહેરમાં મોટા પાયે ગાંજાનો વેપાર થઈ રહ્યો છે અને તે માટે બાતમીદારોને કામે લગાડયા હતા. જેમાં ગઇકાલે ગાંજાનો વેપાર કરતી મહિલાને પોલીસે ઝડપી લીધી હતી. જેમાં ભરૂચ શહેરનાં ચિંગસપુરા પાછળ દાંડિયા બજારમાં રહેતી અરૂણાબેન જીગા પટેલનાં ઘરે SOG પોલીસને મળેલી પાકી બાતમીને આધારે રેડ કરતાં તેના ઘરમાં છુપાવીને રાખવામાં આવેલ વનસ્પતિ જન્ય ગાંજો 26 કિલો 309 ગ્રામ કિંમત રૂ.1,57,854 નો મળી આવતા પોલીસે તેને કબ્જે કરીને અરૂણા જીગા પટેલ સામે શહેર-એ-ડીવીઝન પોલીસ મથકમાં નારકોટિકસ એકટ મુજબ ગુનો દાખલ કરીને એસ.ઓ.જી.પોલીસ મથકનાં પી.આઇ. પી.એન.પટેલ તપાસ ચલાવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે અરૂણાબેનને ગાંજો આપનાર સ્પ્લાયરને પોલીસ કેટલા દિવસોમાં ઝડપી લે છે.
ભરૂચનાં દાંડિયા બજારમાં મહિલા 26 કિલો ઉપરાંત ગાંજા સાથે ઝડપાઈ.
Advertisement