ભરૂચ જીલ્લામાં લોકોને નર્મદા નદીનું પાણીનું ટીપું મળતું નથી તે કડવી અને સત્ય હકીકત છે. ત્યાં ઘરનાં ઘંટી ચાટે અને પાડોશીને આટો મળે તેવા હાલ છે. જીલ્લાનાં ખેડૂતો માટે ત્યાં જ જીલ્લામાં હાલ તો કરજણ ડેમમાંથી નર્મદા માઇનોર કેનાલમાં પાણી વહેતું કરવામાં આવે છે. પરંતુ ચોમાસા બાદ ભરૂચ જીલ્લામાંથી પસાર થતી નર્મદા સબ માઇનોર કેનાલમાં સફાઈ કરવામાં આવી નથી. નહેરમાં ઠેર ઠેર પાળા તૂટ્યા છે. કેટલીક જગ્યાએ પાળા કાચી છે છતાં કોઇપણ જાતનાં નિરીક્ષણ વિના જ અધિકારીઓ દ્વારા કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું હતું.
ભરૂચનાં મનુબર ગામ નજીકથી પસાર થતી નર્મદાની સબ માઇનોર કેનાલમાં લીકેજ થતાં પાણી ખેતરોમાં વહેતું થયું અને ખેતરના ઊભા પાકમાં પાણી ભરાતાં પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને થતાં નુકસાનની ભરપાઈ કોણ કરશે. અધિકારીઓ નફફટ બની હાથ અધ્ધર કરી દેશે તો પછી આના માટે જવાબદાર કોણ.
ભરૂચમાંથી પસાર થતી કરજણની નર્મદા માઇનોર કેનાલમાં ઝાડી ઝાખરા સાફ નહીં કરવા અને સફાઈ નહીં કરતાં કાચી નહેર લીકેજ થતાં ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોનાં ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.
Advertisement