ભરૂચમાં આવેલી ખાનગી શાળાઓમાં બાળકોનાં એડમિશન માટે વાલીઓને નવ નેજા પાણી પાણી આવી જાય છે. સવારથી લઈ બપોર સુધી પ્રવેશ ફોર્મ લેવા અને ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયામાં લાગવગ ડોનેશન બાદ જ પ્રવેશ મળે છે. ત્યાં હવે ભરૂચ તાલુકાનાં ઝાડેશ્વર જેવા વિકસિત ગામમાં ઘણી ખાનગી શાળાઓ આવેલી છે જેમાં કેટલીક તો સરકારી જમીનને ટોકન ભાડે લઈને શાળા શરૂ કરી અંધાણી કમાણી ફી રૂપે વસૂલ કરી રહ્યા છે ત્યારે ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલી શાળાઓ કે જેમાં ગુજરાતી મધ્યમ, અંગ્રેજી માધ્યમની શાળાઓ છે જેમાં કેટલાક સમય ગામનાં બાળકોને જ એડમિશન મળતું નથી અથવા કોઈકને કોઈક બહાને એડમિશન રદ કરી નાંખવામાં આવે છે. યેન કેન પ્રકારે ઝાડેશ્વર ગામનાં બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ નહીં આપીને શાળા સંચાલકો મનમાની અને કેટલાક નિયમોનો ભંગ કરી રહ્યા છે. જયારે આ મામલે ઝાડેશ્વરનાં બાળકોનાં વાલીઓની વ્યાપક ફરિયાદ ગ્રામ પંચાયતમાં થતાં અને ગ્રામ પંચાયત ઝાડેશ્વરનાં હોદ્દેદારો અધિકારીઓ દ્વારા તાત્કાલિક બેઠક યોજીને આ મામલે ખાનગી તેમજ સરકારી જમીન ઉપર ચાલતી શાળાઓમાં જો બાળકોને પ્રવેશ નહીં આપે તેવી શાળા સામે સરપંચ અને ગ્રામ પંચાયત પગલાં ભરી શકે તેવી સત્તા સરપંચને આપતો ઠરાવ કરવામાં આવ્યો છે.
ભરૂચનાં ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં બાળકોને પ્રવેશ ન આપતા સરપંચ દ્વારા પગલાં ભરવાની સત્તા આપતા ઠરાવ કરવામાં આવ્યો છે.
Advertisement