ભરૂચ જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં આવેલા મોટા ઉદ્યોગોમાં વિવિધ ટ્રેડમાં નોકરી માટેના ઇન્ટરવ્યુ પાડવામાં આવે છે જેમાં પોલિટેકનિક કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ અને આઈટીઆઈમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનારા તેમજ અભ્યાસ પૂરો કરનારા વિદ્યાર્થીઓ માટે જોબ ફેરનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
તેના ભાગરૂપે ગુજરાત શિક્ષણ વિભાગ તેમજ સહિત રોજગાર આપતી સંસ્થા દ્વારા બી.એ, બી કોમ, બી.એસ.સી., એમ.એસ., એમ.એ., એન્જિનિયરિંગ અને કાયદા વિભાગના વિદ્યાર્થીઓ આજના જોબ ફેરમાં ભાગ લીધો હતો. ભરૂચ MK કોલેજમાં ૧૫ જેટલા કાઉન્ટરો ઉભા કરવામાં આવ્યા છે.
જેમાં કુલ 285 કંપનીના ૧૮૦૦ જેટલી જગ્યા માટે 3500 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુને લેવામાં આવ્યા હતા. આજના જોબફેરને રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર એમ.ડી.મોરિયા ધારાસભ્ય દુષ્યંત પટેલ વિશેષ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખ કર્યો કે ગત વર્ષે યોજાયેલા જોબ ફેરમાંથી 95 વિદ્યાર્થીઓને ગત વખતે નોકરીની તક મળી હતી. આજે જોબ ફેરમાં નોકરી ઇચ્છતા હજારો વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ માટે ઉમટી પડયા હતા.
ભરૂચની MK કોલેજ કેમ્પસમાં આજે વિદ્યાર્થીઓ માટે 285 કંપનીઓ દ્વારા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement