સરકાર દ્વારા હાલ માં એનએમસી એટલે કે નેશનલ મેડિકલ કમિશન બીલ લાગું પાડવાની કવાયત હાથ ધરાઇ છે. ત્યારે તેના વિરોધમાં તમામ તબીબોએ એક સંપ થઇ વિવિધ રીતે વિરોધ કરાઇ રહ્યો છે. ભરૂચના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ એનએમસી બીલનો વિરોધ કરવામાં આવ્યો છે. જેના પગલે શનિવારે તમામ તબીબો સવારે 6થી સાંજના 6 કલાક સુધી સમાન્ય તબીબી સેવાઓથી અળગા રહીને પોતાનો પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો….
જોકે આ સમય દરમિયાન કોઇને તાત્કાલિક સારવાર કે સેવાની જરૂરિયાત સર્જાય તો તેવા દર્દીઓની સેવા પુરી પાડવામાં આવશે. તેમ તેમણે જણાવ્યું હતું.વધુ માં આગામી દિવસોમાં તેઓ વધુ આક્રમક વિરોધ કરે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.
કેન્દ્ર સરકારના સૂચીત NMC બીલના વિરોધમાં ચાલી રહેલી દેશવ્યાપી હડતાલમાં ભરૂચ જિલ્લાના 300થી વધારે એલોપેથી તબીબો જોડાયા છે. આજે શનિવારે એલોપેથી તબીબો સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઓપીડી બંધ રાખશે.આ દરમિયાન લેબોરેટરી તેમજ ડાયગ્નોસ્ટીક સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે હોટલ ગંગોત્રી ખાતે ઈન્ડીયન મેડિકલ એસોશિએશનની ભરૂચ શાખાની જનરલ બોર્ડ મીટિંગ મળી હતી. જેમાં NMCના વિરોધમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી…….