ભરૂચના આર.કે કસ્ટમ આવેલ જીએસટી ની ઓફિસ ખાતે આજરોજ ધી ભરૂચ ડીસ્ટ્રીક ફેડરેશન ઓફ ટેકસ પ્રેકટીશનર દ્વારા એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં છેલ્લા કેટલાક સમયથી જીએસટી નું ટેકસ ભરવા માટે સર્વર ડાઉન થવાના કારણે તેઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વેપારી અને ઉદ્યોગપતિઓને આ સર્વર ડાઉન હોવાના કારણે જીએસટી ના ટેક્સની સાથે સાથે પેનલ્ટી ભરવી પડી રહી છે. પાછલા સમયમાં આ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેનું કોઈ જ પરિણામ નહીં આવતા હાલ ફરીથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા સર્વર ડાઉનની સમસ્યાને હલ કરવાની માંગણી કરતું આવેદનપત્ર ભરૂચ જીએસટી કચેરી ખાતેના અધિકારીને આપવામાં આવ્યું છે અને રિટર્ન ભરવાના સર્વરને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અને ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓને ખોટી રીતે હેરાન થવું નહીં પડે સાથે સાથે લાખો રૂપિયાની પેનલ્ટી ભરવી પડે તે અંગેની રજૂઆત કરી હતી અને વહેલી તકે આ સમસ્યાને હલ કરવા હાજર અધિકારીને રજૂઆત કરી હતી.
ભરૂચની જીએસટી કચેરી ખાતે આજે ધી ભરૂચ ડીસ્ટ્રીક ફેડરેશન ઓફ ટેકસ પ્રેકટીશનર દ્વારા ટેકસ ભરવામાં પડતી મુશ્કેલી અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
Advertisement