ભરૂચનાં ઐતિહાસિક ગોલ્ડન બ્રિજમાંથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ હોવા છતાં 30 થી 75 લાખની કિંમતનાં વાહન ચાલકો ટોલ ટેકસનાં રૂ. 20 બચાવવા ગોલ્ડન બ્રિજમાંથી લાંબુ પહોળું વાહન પસાર કરતાં જ ટ્રાફિક જામ થઈ જાય છે. ગોલ્ડન બ્રિજમાં ભારે વાહનો બંધ થાય તો ટ્રાફિક જામની સમસ્યા હલ થઈ શકે છે. ભરૂચનાં ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ઉપર હવે રોજ એક બે કલાક ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. અહીં બ્રિજનાં બંને છેડે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડનાં જવાનો ઊભા રહે છે. તેમનો દમ અને પરસેવો ટ્રાફિક જામ ખોલવામાં નીકળી જાય છે. એક બે કલાક ટ્રાફિક જામમાં તો વાહનોની લાંબી કતારો લાગી જાય છે. ઉપરથી કેટલાક લકઝરી કારનાં ચાલકો પોલીસ જવાનો અને ટ્રાફિક બ્રિગેડનાં જવાનો સાથે જીભા જોડી કરી નાંખે છે. ત્યાં ગોલ્ડન બ્રિજ પર રોજનાં ટ્રાફિક જામ માટે જો કોઈ જવાબદાર છે તો તે વાહન ચાલકો જ છે. અહીં કંપનીઓની તુફાન જીપનાં ચાલકો ગોલ્ડન બ્રિજમાં પણ પૂર ઝડપે જીપ હંકારે છે. વારંવાર ઓવરટેક કરે છે જેને પગલે પણ ટ્રાફિક જામ થાય છે. ઉપરથી આ તુફાન જીપ ચાલકો ઓવર ટેક કરવા જતાં સહેજ ટકકર લાગે તો ગાળા ગાળી કરી નાંખે છે. જયારે 20 રૂપિયા બચાવવા લકઝરી કાર ચાલકો ગોલ્ડન બ્રિજમાં ધૂસતાં જ ટ્રાફિક જામ કરી નાંખે છે. જયારે આ લકઝરી કાર પસાર થાય ત્યારે બીજા વાહન ચાલકોને પોતાનું વાહન થંભાવી દેવાની ફરજ પડે છે અને ટ્રાફિક જામ થાય છે. લાખો રૂપિયાની કાર પર જો લિસોટો પડતાં જ બુમાબુમ થઈ જાય છે ત્યારે હવે જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ વડા હવે ગોલ્ડન બ્રિજની સમસ્યા હલ કરવા માટે SUV વાહનો બંધ કરાવે તે જરૂરી છે. કેમ કે ગોલ્ડન બ્રિજ ઉપર ભારે વાહનો પસાર નહી કરવા જાહેર નામું બહાર પડે છે ત્યારે આ સમસ્યા હલ કરવા ગોલ્ડન બ્રિજ પહેલા જ આ SUV વાહનો બંધ કરવા જરૂરી છે. નર્મદા ચોકડી અને ABC ચોકડી પર મસમોટા બોર્ડ લગાવીને SUV કારોને ગોલ્ડન બ્રિજ ઉપરથી જવું નહીં તેવું બોર્ડ લગાવું પડશે. જયારે અંકલેશ્વરની વાલીયા ચોકડી, મહાવીર ટર્નિંગ પાસે, ગડખોલ પાટિયા નજીક પણ SUV પર ગોલ્ડન બ્રિજ ઉપરથી પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનાં બોર્ડ લગાવવામાં આવે તો જ ગોલ્ડન બ્રિજ પરની રોજની ટ્રાફિક જામની સમસ્યા હલ થઈ શકે છે.
ભરૂચ : 20 રૂપિયા ટોલ ટેકસ બચાવવા વાહન ચાલકો બ્રિજમાં ટ્રાફિક જામ કરી રહ્યા છે.
Advertisement