Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર રોડ ઉપર GNFC વૈશાખા ટાવરનાં ત્રણ ફલેટમાં સાડા ત્રણ લાખ રૂપિયાનાં મુદ્દામાલ પર તસ્કરો હાથફેરો કરી જતાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

Share

ભરૂચ શહેરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. અગાઉ પણ શહેરનાં અનેક વિસ્તારમાં ઘરફોડ ચોરીનાં બનાવો બની ગયાં ત્યાં ગત રાત્રિનાં સમયે તસ્કરોએ ભરૂચનાં ઝાડેશ્વર રોડ ઉપર GNFC ટાઉનશીપ નજીક આવેલ વૈશાખા ટાવર અંતરીક્ષ રેસીડન્સીમાં રહેતા નિકુંજ વ્રજલાલ કેસિવાડીયાનાં બંધ મકાનને નિશાન બનાવી ફલેટનાં દરવાજાનું તાળું તોડી નાંખી અંદર પ્રવેશ કરી લોખંડની તિજોરી તોડી સોનાનાં દાગીના 100 ગ્રામ કિંમત રૂ.3 લાખ તથા કાંડા ધડીયાળ, રોકડા રૂપિયા 35 હજારની ચોરી કરીને

બાજુનાં ફલેટ નં.102 અને 103 માં પણ ચોરી કરી તસ્કરોએ કુલ એક લાખથી બે લાખની અંદાજીત મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ જતાં સી. ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.

Advertisement

Share

Related posts

પોલીસ તંત્રના એ.એસ.આઈ લાંચ લેતા ઝડપાયા જાણો ક્યાં ?

ProudOfGujarat

ભરૂચ-ભેરસમ ગામે ચાર બાળકોએ બિન આરોગ્યપ્રદ રતનજોતના બિજ ખાઈ જતા તબિયત લથડી-બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા…

ProudOfGujarat

બાલવાડીના બાળકોનો કોળિયો છીનવી તેને બારોબાર સગેવગે કરવાના કૌભાંડમાં પાંચ આરોપીઓની અટકાયત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!