ભરૂચ જિલ્લા માં વાહન અકસ્માત ની સંખ્યા માં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, જોકે પોલીસ તંત્ર ની સુસ્તી પણ આ વધારા માટે પરોક્ષ રીતે જવાબદાર છે. આપણે ત્યાં ઉક્તિ પ્રચલિત છે :”નજર હટી દૂર ઘટના ઘટી “ભરૂચ અંકલેશ્વર વચ્ચે ના ગોલ્ડન બ્રિજ આમેય ટ્રાફિક જામ સર્જવા માટે એપિ સેન્ટર જેવું છે. ગતરોજ ગોલ્ડન બ્રિજ ઉપર થી પસાર થતો ઍક ટેમ્પો સાક્ષાત યમ જેવો ભાગતો હતો. ભરૂચ થી અંકલેશ્વર તરફ આવતો આ ટેમ્પો ના ચાલકે પાછળ ના ભાગે આડા લોખંડ ના પાઇપો ભર્યા હતા. ગોલ્ડન બ્રિજ ઉપર કતારબંધ વાહનો અવર જ્વર કરતા હોય છે. ત્યારે જો લગીરેય શરત ચૂક થાય કે ઓચિંતી બ્રેક મારવાની નોબત સર્જાય તો પાછળ વાળા વાહન ચાલક ના રામ રમી જાય તેવી પરિસ્થિતિ સર્જાય તેવી વકી હતી. સદનસીબે આ ટેમ્પો યમદૂત બન્યો નહોતો, પરંતુ ગોલ્ડન બ્રિજ ના બંને છેડે જે પોલીસ ચોકી ઓ છે ત્યાં ફરજ ઉપરના પોલીસ કર્મીઓ કેવી ડ્યૂટી કરે છે તે આ યમદૂત જેવા ટેમ્પો ચાડી ખાઈ જતો હતો. આવા ઓવર અને જોખમી રીતે અવરજવર કરતા વાહનો ને ગોલ્ડન બ્રિજ જેવા ભરચક ટ્રાફિક ધરાવતા વિસ્તાર માંથી પસાર કેમ કરાય છે તે અગત્ય નો પ્રશ્નાર્થ છે…???
ભરૂચ જિલ્લા માં વાહન અકસ્માત ની સંખ્યા માં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, જોકે પોલીસ તંત્ર ની સુસ્તી પણ આ વધારા માટે પરોક્ષ રીતે જવાબદાર છે.
Advertisement