Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિડીયોકોન ઇન્દ્રસ્ટ્રીઝ લી ભરૂચ દ્વારા કામદારોના બાકી પગાર.બાકી બોનસ તથા બાકી લેણા ની ચુકવણી ન કરવામાં આવતા કંપની ગેટ ઉપર ગુજરાત કામદાર સમાજ દ્વારા પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા…..

Share

છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના ચવાજ ગામ નજીક આવેલ વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ લી.કંપની માં કામદારોના બાકી પડતા નાણાં અંગે અવાર નવાર તંત્ર માં લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં ૨૦૦ થી વધુ કામદારોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહિ આવતા આજ રોજ વિડીયોકોન કંપનીમાં કાળી પટ્ટી ધારણ કરી કાળા જંડા મારી કામદારો દ્વારા પ્રતીક ઉપવાસ કર્યા હતા ……
કામદારોના જણાવ્યા મુજબ તેઓના છેલ્લા કેટલાય માસ ના બાકી પગાર.બાકી બોનસ તથા બાકી લેણા ની ચુકવણી ન કરવામાં આવતા કામદારોને પી એફ ના નાણાં ખર્ચ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે…વધુ માં કામદારો એ જણાવ્યું હતું કે જો તેઓના પ્રશ્ર્નો નું વહેલી તકે નિરાકરણ નહિ આવે તો આગામી સમય માં કંપની નું સ્ક્રેપ વેચી તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર ની રહશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી………..

Share

Related posts

ભરૂચનાં પાનખાડી વિસ્તારમાં કાંસનો સ્લેબ ઠેક-ઠેકાણે ધસી પડતા વૃદ્ધો અને બાળકો માટે કાંસ બની મોત સમાન…

ProudOfGujarat

છોટાઉદેપુરમાં બેવડી ઋતુથી શરદી – ખાંસી – તાવનાં કેસમાં વધારો…

ProudOfGujarat

નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગ્રામજનો જુગારને રવાડે ચડયા : રેડ દરમિયાન 6 ની ધરપકડ, 7 થયા ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!