Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે સૂર્ય નગરી એક્સપ્રેસ ટ્રેન સામે એક યુવકે અગમ્ય કારણોસર આપધાત કર્યો.

Share

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે સૂર્ય નગરી એક્સપ્રેસ ટ્રેન સામે એક યુવકે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ગડખોલ ગામનો રહીશ વિનય નગીન પટેલ ઉં.વ.23 નામના યુવકે આજે વહેલી સવારે સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. જોકે તેણે આપઘાત કેમ કર્યો તે અંગે કોઇ જ કારણ જાણવા મળી શક્યું નથી. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

વાંકલ : ઘાણાવડ ગામે 1000 કી.ગ્રા શાકભાજીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં સમી સાંજે હોલિકા દહન સાથે હુતાશણી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી

ProudOfGujarat

સુરતના ઉધનામાં અસામાજિક તત્વોનો આતંક…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!