ભરૂચમાં સૌથી વધુ કદાચ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તો તે સરકારી કચેરી છે જેમાં પણ ભરૂચ નગર પાલિકા ફરી ભ્રષ્ટાચારને મામલે ચર્ચામાં આવી છે. જેમાં થોડા દિવસો અગાઉ પૂર અસર ગ્રસ્તોને પાલિકા દ્વારા પહોંચાડેલી ખિચડીમાં આઠ લાખનાં ખર્ચાઓનાં ખોટા બિલો મામલે વિવાદ છેડાયો છે. પાલિકાનાં કેટલાક લોકો એ જ ખોટા બિલો મૂકી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેનો ખિચડી કૌભાંડની તપાસ તેમજ મુલદ નજીક પાલિકાની ડમ્પીંગ સાઈડ પર સુપર વાઇઝર યુસુફભાઈ ફોગટ કેમિકલ કચરો નાંખવા માટે રૂ.2000 થી લઈ 5000 ની વસૂલાત કરતાં તેનો ઓડિયો વિડીયો વાઇરલ થયો હતો. જેમાં આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ અને શહેર પ્રમુખ દ્વારા પાલિકાનાં ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને લેખિત રજુઆત કરી ખિચડી કૌભાંડ અને ડમ્પીંગ સાઈડ પરનો કૌભાંડની તપાસની માંગણી કરી છે. જેમાં જવાબદાર અધિકારી, કર્મચારી અને પદાધિકારીની સંડોવણી હોવાથી તાત્કાલિક પગલાં ભરવાની માંગણી કરતાં પાલિકા દ્વારા પાંચ લોકોની સમિતિ બનાવી તપાસ કરવાની ખાતરી આપી છે. જયારે જો આ બંને કૌભાંડ મામલે ACB માં અને પોલીસમાં ફરિયાદ દાખલ થાય તો ઘણું બધુ બહાર આવી શકે છે.
ભરૂચ નગર પાલિકા દ્વારા ખિચડી કૌભાંડ અને ડમ્પીંગ સાઈડ પરનાં કેમિકલ કચરા નિકાલ મામલે કોંગ્રેસનાં પ્રતિનિધિ મંડળે પાલિકામાં અધિકારી અને પદાધિકારીને રજુઆત કરી.
Advertisement