ભરૂચ ખાતે પોલીસ હેડ ક્વાર્ટરમાં સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત તાલીમ આપતો સેમિનાર યોજાયો હતો. જેમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સાયબર ક્રાઇમ અંગે સંશોધનની ચાવીઓ અને પ્રક્રિયાની તાલીમ ગ્રહણ કરી હતી. આ સાયબર ક્રાઇમ સેમિનારમાં દહેજની ફિલાટેક્ષ કંપનીનો સહકાર સાપંડ્યો હતો. વર્તમાન સમયમાં વિવિધ ગુનાખોરીમાં મોબાઈલ, ઈન્ટરનેટનો વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે, વળી પોલીસ ડિટેક્શનની પ્રક્રિયામાં પણ આરોપીનું લોકેશન જાણવા કે તેને ટ્રેસ કરવામાં સાયબર વિભાગ મહત્વનું હથિયાર સાબિત થઈ રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની પદ્ધતિસર તાલીમ પામે તે માટે વિશેષ સાયબર ક્રાઇમ સેમિનારનું આયોજન હાથ ધર્યું હતું. આ સેમિનારમાં ભરૂચ જિલ્લાના એલસીબી સહીત સાયબર ક્રાઇમ સેલના ચુનંદા તજજ્ઞ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ 100 જેટલા પોલીસકર્મીઓને તાલીમ આપી હતી.
ભરૂચ : પોલીસ હેડ ક્વાર્ટરમાં સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત તાલીમ આપતો સેમિનાર યોજાયો.
Advertisement