Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર ગામનાં ઓમકારેશ્વર ફલેટનાં રૂમમાં ઉપલેટાનાં યુવાને ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

Share

ભરૂચનાં ઝાડેશ્વર ગામમાં આવેલ ઓમકારેશ્વર બંગ્લોઝ અને ફલેટ આવેલા છે. અહીં મૂળ ઉપલેટાનાં ખીરસર ગામનાં રહીશ દિપેશ સામન નામનો યુવાન તેમના મિત્રો સાથે રહે છે અને ગઇકાલે રાત્રિનાં સમયે દિપેશ સામનનાં એ ફલેટમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. આ ધટનાની જાણ ભરૂચ સી ડિવીઝન પોલીસ મથકને કરવામાં આવતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. જયારે પ્રાથમિક વિગતોમાં દિપેશએ દહેજની અદાણીની કંપનીમાં કામ કરે છે અને તેને કયા કારણોસર આપધાત કરી લીધો તેમાં પોલીસ તેના મિત્રોની પૂછપરછ બાદ જ ખબર પડશે. જયારે પોલીસે તેના પરિવાર જનોને જાણ કરી છે. હાલ તો સી ડિવીઝન પોલીસે આપધાત અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ગોધરા : લાયન્સ કલ્બ દ્વારા જરૂરીયાત મંદોને અનાજકીટ અને બાળકોને નોટબુક વિતરણ કરાયું.

ProudOfGujarat

ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં ગેરકાયદેસર વહન થતી ભેંસો બચાવી લેવાય

ProudOfGujarat

ફિન્ટુ (Fintoo) વેલ્થ અને ટેક્સ એડવાઇઝરી પ્લેટફોર્મે નવું AI-Advisor લોન્ચ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!