Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

પ્રેમી સાથે મળી પત્ની એ આપ્યો પતિ ની કરપીણ હત્યા ને અંજામ-નવ માસ પછી આરોપીઓ ભરૂચ પોલીસ ના સકંજામાં…જાણો વધુ

Share

પ્રેમી સાથે મળી પત્ની એ આપ્યો પતિ ની કરપીણ હત્યા ને અંજામ-નવ માસ પછી આરોપીઓ ભરૂચ પોલીસ ના સકંજામાં…જાણો વધુ

(હારૂન પટેલ) પોલીસ સૂત્રો પાસે થી બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત તારીખ ૧૪/૦૮/૨૦૧૭ ના રોજ વાલિયા પોલીસ મથક માં હત્યા નો કેસ દાખલ થયો હતો જેમાં મૃતક ઈશમ આનંદ રાજનારાયણ ચતુર્વેદી રહે જી/૧૦૨ ગણેશ પાર્ક જી આઈ ડી સી અંકલેશ્વર અને મૂળ યુ.પી નાની લાશ હોવાનું માલુમ પડ્યું હતું……
પોલીસે મામલા અંગે આનંદ નારાયણ ચતુર્વેદી ની પત્ની મધુ બેન ની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન તેના પ્રેમી હરિ ભાઈ વિહાભાઈ બામ્બા(ભરવાડ)રહે ને.હા.૮ ધામરોદ તા.માંગરોલ જી.સુરત નાઓ સાથે મળી તારીખ ૦૯/૦૮/૨૦૧૭ ના રોજ રાત ના દસ વાગ્યા ના આસપાસ કુકરના ઢાકણ થી મારમારી તેમજ કાપડ વડે ગળા ઉપર ટૂપો આપી તેમજ ઢિક્કા પાટુ નો માર મારી મોત નિપજાવ્યાની પોલીસ તપાસ માં કબુલાત કરતા સમગ્ર મામલા અંગે નવ માસ બાદ ભરૂચ એસ ઓ જી પોલીસ ને અનડિટેક્ટ ગુના ના ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી ….અને મૃતક ની પત્ની અને તેના પ્રેમી ની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી….
આમ બેવફા પત્ની એ પ્રેમી સાથે મળી પતિ ની કરપીણ હત્યા કરી હોવાની સનસનાટી ભરી વિગતો સપાટી ઉપર આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો………
Advertisement

Share

Related posts

વડોદરાની બે બાળકીઓએ હિમાલય પર્વત સર કરી કઠીન સિદ્ધિ હાંસલ કરી.

ProudOfGujarat

કેદારનાથ ધામના કપાટ ખુલ્લાં મૂકાયા, ઢોલ-નગાડા વગાડી કરાઈ ઉજવણી

ProudOfGujarat

નેત્રંગ : વટ સાવિત્રીનાં વ્રતની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!