ગત તારીખ ૧ જાન્યુઆરીના રોજ બપોરના સમયે ભરૂચના લિંક રોડ ઉપર સાયકલ સવાર બે બાળકોને નગર પાલિકાના ટેન્કરે ટક્કર મારતા બંને બાળકોના મોત નિપજ્યા હતા જે બાદ સ્થાનિકો દ્વારા લિંક રોડ ઉપર ચક્કાજામ કરી રોડ ઉપર સ્પીડ બ્રેકર મુકવાની માંગણીઓ કરવામાં આવી હતી. તંત્રએ સ્થાનિકોના રોષને થાળે પાડવા તાબડતોડ સ્થળ ઉપર બમ્પરની કામગીરી હાથધરી હતી તો બીજી તરફ આજરોજ સ્થાનિકોએ જિલ્લા કલેકટરને ભેગા થઇ નગર પાલિકાની બેદરકારી સામે આવેદનપત્ર પાઠવ્યું હતું. સ્થાનિકોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મોટર વ્હીકલ એકટની જોગવાઈઓના ભંગ કરીને તેવા વાહનોને પાલિકા દ્વારા ચાલુ રાખવામાં આવ્યા છે અને બેદરકારી દાખવવામાં આવી રહી છે,સાથે જ શંભુ ડેરી પાસે અકસ્માતમાં બે આશાસ્પદ વિદ્યાર્થી જયરાજ ચૌહાણ અને જીયાન જાદવના પરિવારને રૂપિયા ૨૫ લાખનું વળતર આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી. સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેઓની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.
ભરૂચ-લિંક રોડ પર નગર પાલિકાના ટેન્કર દ્વારા બે બાળકોના મોત મામલે સ્થાનિકોનું તંત્રને આવેદનપત્ર, જાણો શું કરાઈ માંગણી…!!!
Advertisement