ભરૂચના લિંક રોડ પર ગઇકાલે ભરૂચ નગરપાલિકાના ટેન્કર ચાલક દ્વારા સર્જાયેલ અકસ્માતમાં સાયકલ સવાર બે બાળકો પૈકી એકનું ગઈકાલે કરુણ મોત નીપજયું હતું તો આજે સારવાર દરમિયાન બીજા બાળપણ દમ તોડી દીધો હતો.
ખૂબ જ દુઃખદ એવી ભરૂચના લિંક રોડ પરની ઘટના અંગે આજે વધુ એક માથા સમાચાર આવ્યા હતા. ઇજાગ્રસ્ત જિયાન જાદવનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં મૃત્યુઆંક વધીને બે થયો છે. નોંધનીય છે કે ગઈકાલે જયરાજ ચૌહાણનું તો મૃત્યુ થયું હતું. બેફામ હંકારતા વાહનો જેમની પાસે ફિટનેશ સર્ટિફિકેટ બાબતે પણ હવે તો સવાલો ઉભા થયા છે. ત્યારે શહેરની અંદર પણ માતેલા સાંઢની જેમ ધસી જઇ સાયકલ સવાર બાળકોને અડફેટે લઈ લેવાની ઘટનાનો પડઘો પડયો છે. આજે લિંક રોડ પરના સ્થાનિકોએ બે બાળકોની અકસ્માત મોતની ઘટનાને પગલે રોડ પર ઉતરી આવી ટ્રાફિક જામની સ્થિતિ સર્જી દીધી હતી. નગરપાલિકાની હાય હાય બોલાવતા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. વિકાસશીલ ભરૂચમાં જ શક્ય બને કે લોકોએ તંત્ર પાસે સ્પીડ બ્રેકર બનાવવા પણ આજે આજીજી કરવી પડે. ભોગ બનનાર જયરાજ ચૌહાણ અને જિયાન જાદવ ભરૂચની નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ હતા. તેઓના આકસ્મિક મોતના પગલે તેમના આત્મા ને શ્રદ્ધાંજલિ આપવા શાળા પરિવારે આવતીકાલે ત્રીજી ફેબ્રુઆરીના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખી મૌન પાળવાની જાહેરાત કરી છે.
ભરૂચ શહેર માં પરીક્ષા પૂરી થયા બાદ ક્રિકેટ રમવા જતા બે કિશોરો ને પાલિકા ના ટેન્કરે અડફેટે લેતા કિશોરના મોત બાદ આજે લોકોએ શંભુ ડેરી નજીક ચક્કાજામ કરી બમ્પ મુકવાની માંગણી કરી હતી
Advertisement