Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં રાત્રીના સમયે ઔદ્યોગિક વસાહતોમાં ટેન્કરની અવર-જવર પર પ્રતિબંધ.

Share

ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર, પાનોલી, ઝધડિયા, ભરૂચ અને દહેજ ખાતેના ઔદ્યોગિક વસાહતોમાં મોટા પ્રમાણમાં કેમિકલ કંપનીઓ આવેલ છે અને કેટલીક કંપનીઓ દ્વારા તેમનું જોખમી વેસ્ટ એફલૂએન્ટ કાયદા મુજબની શુદ્ધીકરણની પ્રક્રિયા કર્યા વગર કે શુદ્ધીકરણ માટે નિયત કરવામાં આવેલ સ્થળોએ લઈ જવાને બદલે આ જોખમી કચરો રાત્રીના અંધકારમાં ગેર કાયદેસર રીતે અન્ય જગ્યાઓમાં ટેન્કરો દ્વારા ઠાલવવામાં આવે છે. જાહેર રસ્તાઓ નદી-નાળા અને ખાડીઓમાં ગેર-કાયદેસરના નિકાલ થતા હોવાના અનેક બનાવો બનતા હોય છે. જેનાથી જાહેર જનતાને જાન,માલ અને જાહેર આરોગ્ય ને નુકશાન થાય છે. આવા બનતા બનાવોને રોકવા ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર,પાનોલી, ઝગડિયા,ભરૂચ અને દહેજ ખાતેના ઓદ્યોગિક વસાહતોમાં તારીખ ૨૭/૦૧/૨૦૨૦ થી બે મહિના સુધી અમલ આવે એ રીતે 8 થી 7 કલાક સુધી ટેન્કરોના પ્રવેશ તથા અવર-જવર પર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટસાહેબ-ભરૂચ તરફથી ફોજદારી કાર્યનીતિના અધિનિયમ -૧૯૭૩ ની કલમ ૧૪૪ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. તારીખ ૨૯/૦૧/૨૦૨૦ થી બે મહિના માટે એનો અમલ શરૂ થયો છે અને આ હુકમને ભંગ કરનાર સામે ભારતીય દંડ સહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુક્મને પર્યાવરણ વાદીઓ તરફથી આવકારવામાં આવ્યો છે અને આ હુકમને પર્યાવરણ હિતમાં યોગ્ય ગણાવ્યો છે. જયારે ગેર-કાયદેસરની પ્રવૃત્તિઓ કરનારા અને કરાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર એનસીટીના કર્મચારીની હડતાલ ત્રીજા દિવસે એ.આઇ.એ,પી.આઈ.એ અને જીપીસીબી દ્વારા દરમિયાનગીરી કરી ચુંટણી બાદ તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતાં કર્મીઓએ હડતાળ પાછી ખેંચી હતી.

ProudOfGujarat

ભરૂચના પાલેજ માંથી ખેત મજૂરી કરતી મહિલાનો ખૂનનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

ઓલપાડના મીરજાપોર ગામે જૂની દીવાલ ધરાશાયી:પટેલ પરિવારના પાંચ દબાયા:બેના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!