Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીની ટેક્નિક ઇન્ડસ્ટ્રીઝમાં આજે પ્રેસર વાલ્વ લીક થતાં એક કામદારનું મોત નીપજ્યું.

Share

ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીની ટેક્નિક ઇન્ડસ્ટ્રીઝમાં આજે પ્રેસર વાલ્વ લીક થતાં એક કામદારનું મોત નીપજ્યું હતું. જેને પગલે કંપનીના કામદારોએ હોબાળો મચાવ્યો હતો. દુર્ઘટનાને પગલે વાગરા પોલીસ ધટના સ્થળે પહોંચી ગઇ હતી અને સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી હતી. દહેજ જીઆઇડીસીની કંપનીઓમાં વારંવાર ગેસ લીકેજ થવાની ધટનાઓ બને છે. જેમાં કામદારોના મોત થાય છે. જેને કારણે કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. 15 દિવસ પહેલા જ દહેજ જીઆઇડીસીમાં આવેલી ઈજેક્ટ કંપનીમાં કામ કરી રહેલા કામદારને ગેસની અસર થતાં તેનું મોત નિપજ્યું હતું. જેમાં પ્રેસર વેસેલ પ્લાન્ટમાં ઓર્ગન વેલ્ડિંગ કરતાં ગેસ ગળતર થયું હતું. જેથી તે ગુંગળાઈ જતાં બેભાન થયો હતો. તોફિક અચાનક બેભાન થતાં તેની સાથે કામ કરતા અન્ય કામદારોમાં ભાગદોડ મચી હતી. સાથી કામદારોએ તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું. 

Advertisement

Share

Related posts

ભરૂચના આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના બિસ્માર માર્ગનું કામ ન થતા આખરે સ્થાનિકોનો પાલિકામાં હલ્લો..!!

ProudOfGujarat

કોરોનાને લઈને ગુજરાત સરકાર એલર્ટ, આરોગ્ય મંત્રીએ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી.

ProudOfGujarat

વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમ એ રાજસ્થાનમાં બોરવેલમાં ફસાઈ ગયેલા બાળકનું રેસ્ક્યુ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!