રાજયમાં કેટલાક માલધારી, રબારી સહિતની જાતિનાં લોકોએ ખોટા આદિવાસીનાં પ્રમાણપત્ર બનાવીને સરકારના તમામ લાભો મેળવ્યા હોવાની લોક ફરિયાદ ઉઠતાં સાચા આદિવાસી સમાજ જાગૃત થયો અને આંદોલન શરૂ થયા માટે આ આંદોલનને ભરૂચ લોકસભાનાં સાંસદ સભ્ય મનસુખભાઇએ ખુલ્લે આમ ટેકો જાહેર કર્યો હતો. તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આ ખોટા આદિવાસીનાં 200 જ દાખલા નથી હજારો દાખલા છે જે ડુપ્લિકેટ આદિવાસીઓ છે તેઓ સરકારી લાભ મેળવી રહ્યા છે અને અસલી આદિવાસીઓનો અધિકાર છીનવાઇ રહ્યો છે માટે તેમણે “નસવાડી હટાવો” અને “નસવાડી રદ કરો” ની વાત કરીને હવે સાચા આદિવાસીઓને આંદોલનમાં જોડાવવાની સાથે સાથે જે આદિવાસી ચૂંટાયેલા નેતા પ્રતિનિધિઓ છે તેમણે આ આંદોલનમાં સાથ સહકાર આપવો જોઈએ. સરકાર સામે તેની રજૂઆત કરવી જોઈએ તેમ સાંસદ સભ્ય મનસુખભાઇએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું.
રાજપીપળા, આરીફ જી કુરેશી