ભરૂચ-અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટ્રાફિક જામની સમસ્યા સાવ સામાન્ય બની ગઈ છે અને તેને પગલે જ વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય લાગવા માંડી છે ત્યારે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે આજે ભરૂચ વડિયા ગામ નજીક હાઈવે ઉપર ભૂખી ખાડી પાસે અગમ્ય કારણોસર ટ્રાફિક જામ થયો હતો તેને લઈને વાહનોની લાંબી કતારો લાગી હતી એટલું જ નહીં પણ લોકોને રોંગ સાઇડ વાહનો હંકારવાની ફરજ પડી હતી. લોકો રોંગ સાઈડ વાહનો હંકારતા વધુ ટ્રાફિક જામ થયો હતો તો બીજી તરફ નાયબ કલેકટર પણ ટ્રાફિક જામમાં ફસાતા તેઓના ડ્રાઈવરે પણ પોતાની ગાડી રોંગ સાઇડ પર હંકારવા મજબુર બની ગયો હતો.
ત્યારે વારંવાર ભરૂચ અંકલેશ્વર વચ્ચેનાં ટ્રાફિકજામના દ્રશ્યો લોકો માટે સાવ સામાન્ય થઈ પડયા છે. હવે આ મામલે જિલ્લાનું વહીવટી તંત્ર રાજ્ય સરકાર અને નેશનલ હાઇવે ઓથોરિટી જાગે તે જરૂરી છે.
Advertisement