ગાંધીનગરમાં આદિજાતિનાં પ્રમાણપત્ર રદ કરવા મામલે સાંસદ સભ્ય મનસુખ ભાઈએ ફરી સરકાર અને અધિકારીઓ સામે બાયો ચઢાવીને આદિવાસીઓનાં હકક માટે સરકાર સામે પણ લડી લેવાની વાત કરી રાજયમાં અધિકારીઓનાં રાજથી ઘણા ધારાસભ્યો અને ભા.જ.પા હોદ્દેદારો નારાજ હોવાનું સાંસદ સભ્યએ સરકાર સામે લડવા તૈયાર થઈ ગયા છે. ગાંધીનગરમાં આધિજાતિનાં લોકો આદિજાતિનાં પ્રમાણપત્ર રદ કરવા મામલે ધરણા પર બેઠા છે અને તેમના સમર્થનમાં બે દિવસ પહેલા જ ભરૂચનાં સાંસદ સભ્ય મનસુખ ભાઈ વસાવાએ સોશિયલ મીડીયા પર પોસ્ટ મુકી રાજ્યનાં તમામ આદિવાસી આગેવાનોને એક થઈ ધરણા પર બેસી આંદોલન કરી રહેલા લોકોનાં સમર્થન કરવાની જાહેરાત કરી નાંખી હતી. ત્યાં આજે ભરૂચમાં મીડિયા કર્મીઓ સાથે વાત કરતાં તેમણે ગુજરાતની ભાજપા અને પોતાની જ સરકાર સામે આદિવાસી સમાજને થતાં અન્યાયને પગલે લડી લેવા બાયો ચઢાવતું નિવેદન કરી નાંખ્યું હતું. તેમણે મીડિયા કર્મીઓને કહ્યું હતું કે આજે કમિશનર રણા કેમ આદિજાતિનાં પ્રમાણપત્ર મામલે ખરાઈ કરવા નીકળયા છે. જો ખોટા હતા તો રદ કેમ નથી કર્યા અને સાચા છે તો પછી રદ કેમ કરવા મથી રહ્યા છો. તેમણે કહ્યું કે આજે આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે તેના માટે તેઓ સરકાર અને તેમના અધિકારીઓ સામે લડવું પડે તો લડીશું. આજે અધિકારીઓનું રાજ ચાલે છે. સરકારમાં અધિકારીઓ આદિવાસીઓનાં અધિકાર છીનવા બેઠા છે તે નહીં ચલાવી લેવાઈ. જયારે સરકાર તમારી જ છે તેવા પ્રશ્નો પૂછતાં સાંસદ મનસુખભાઇએ કહ્યું હતું કે સરકાર ગમે તેની હોય આદિવાસીઓને અન્યાય થશે તો લડીશું. આજે ધણા બધા ધારા સભ્યો અને હોદ્દેદારો અધિકારીઓની રાજાશાહીને પગલે નારાજ છે અને આમ કહી તેમણે કેતન ઈનામદાર, મધુ શ્રી વાસ્તવ, દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા સહિતનાં ધારા સભ્યો પણ અધિકારી રાજથી નારાજ હોવાની વાતનું સમર્થન કરી નાંખ્યુ હતું. સાંસદ મનસુખભાઇ વસાવાએ કહી નાંખ્યુ હતું કે સરકાર ગમે તેની હોય અમે આદિવાસીઓનાં અધિકાર માટે લડીશું. તેમજ રાજયમાં અધિકારીઓ જ રાજ ચલાવી રાજા બની બેઠા હોય તેવા આડકતરો ઈશારો કરી દીધો હતો અને તેઓ પણ સરકારથી નારાજ હોય તેવો ઈશારો કરી દીધો હતો.
સાંસદ મનસુખભાઇ વસાવાનો ખુલ્લો પડકાર અમે આદિવાસીઓનાં અધિકાર માટે સરકાર સામે લડીશું
Advertisement