ભરૂચ અંકલેશ્વર વચ્ચેનાં હાઇવે ઉપર મુલદ ટોલ પ્લાઝા ખાતે ફાસ્ટટેગનાં અમલ બાદ પણ ટ્રાફિકજામ થતાં રાત્રીનાં એક એમ્બ્યુલન્સ ફસાતા લોકોને સમજાવી રસ્તો કરવાની ફરજ પડી હતી. દેશભરમાં ટ્રાફિકજામની સમસ્યા હલ કરવા અને ટોલ પ્લાઝા પરથી મીનીટો નહીં સેકન્ડોમાં વાહન પસાર થાય તે માટે સરકાર દ્વારા વાહન પર ફાસ્ટટેગ લગાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું હતું. પરંતુ હજી પણ ભરૂચમાં ટ્રાફિકજામ એ મોટી સમસ્યા છે. જેમાં પણ નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ પાછળ ઉધરાણી હોવાની ચર્ચા છે. ત્યારે ગતરાત્રીનાં સમયે ફરી ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રાફિકજામનાં દ્રશ્ય સર્જાયા હતા. હાઇવે ઉપર મુલદ ચોકડી નજીક ટોલ પ્લાઝા ઉપરથી વાહનો પસાર થવામાં લાંબી કતારો લાગતા અહીં એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી. વારંવાર સાઇરન વગાડયા છતાં રસ્તો નહીં મળતા લોકો મદદે આવ્યા હતા અને એમ્બ્યુલન્સ માટે રસ્તો કરવાની ફરજ પડી હતી. આ એમ્બ્યુલન્સને પસાર કરવા માટે ધણા યુવાનો મદદે આવ્યા હતા. ત્યારે જો ફાસ્ટટેગ લગાવ્યો હોવા છતાં કલાકો સુધી મુલદ ચોકડી નજીક વાહનોની લાંબી કતારો લાગે છે તો પછી આવા નિર્ણયનો શું અર્થ તેવું વાહન ચાલકો કહેતા નજરે પડયા હતા.
ભરૂચ : મુલદ ટોલનાકા પાસે ફરી ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાઈ ફાસ્ટટેગ બાદ પણ ટ્રાફિકજામ.
Advertisement