દેશભરમાં આજે વિવિધ સંગઠનો દ્વારા CAA અને NRC નાં કાયદા સામે વિરોધ કરવા માટે વિવિધ સંગઠનો અને કેટલીક પાર્ટીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ગઇકાલથી જ વેપારી સહિત તમામ વર્ગનાં લોકોને આ કાળા કાયદાનો વિરોધ કરવા માટે વિવિધ સંગઠનો દ્વારા અપીલ કરવામાં આવી હતી અને બંધને સમર્થન આપવા અપીલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપ ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર સહિત જીલ્લામાં અનેકો વેપારીઓ દ્વારા બંધ રાખવામા આવ્યું હતું.
આજે ભરૂચ શહેરનાં પશ્ચિમ વિસ્તાર સહિત લધુમતી સમાજનાં વેપારીઓ દ્વારા એક દિવસ માટે લારી-ગલ્લા, દુકાનો સહિત વેપાર ધંધા બંધ કરી દેવામાં આવ્યો હતો. લધુમતી વિસ્તારનાં ગામોમાં પણ દુકાનો બંધ રહી હતી. અંકલેશ્વર શહેરનાં શાકભાજી માર્કેટ સહિત વિવિધ વિસ્તારની દુકાનો બંધ રહી હતી. જયારે ભરૂચ જીલ્લામાં આજનાં CAA અને NRC નાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
ભરૂચ શહેર જીલ્લામાં CAA અને NRC નાં કાળા કાયદા સામે વિવિધ સંગઠનો દ્વારા બંધનાં એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
Advertisement