“દેશમાં બેરોજગારીનો અજગર શિક્ષિત યુવકોને ભરખી રહ્યો છે અને કેન્દ્રની મોદી સરકાર રોજગારી અંગેના ભ્રામક આંકડાઓ રજુ કરી નરી અરાજકતા ફેલાવી રહી છે “:તેવા આક્ષેપો ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસે આજરોજ ભરૂચ ખાતે પત્રકાર પરિષદમાં કર્યા હતા.
તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે બેરોજગાર રાષ્ટ્રીય રજીસ્ટર જાહેર કર્યા બાદ ઇન્ડિયન યુથ કોંગ્રસ દ્વારા દેશ વ્યાપી જન આંદોલન છેડવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહીત યુથ કોંગ્રેસના હોદેદારોએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પરિષદમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા પણ ઉપસ્થિત રહ્યા હતા. યુથ કોંગ્રેસ દ્વારા એક યાદી પણ પ્રકાશિત કરવામાં આવી હતી જેમાં બેરોજગારીના મુદ્દે કેન્દ્રની મોદી સરકારની ભ્રામક્તાની આકરી ટીકા કરવામાં આવી હતી. ભરૂચ યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શેરખાન પઠાણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં પણ ઔદ્યોગિક ક્ષેત્રે શિક્ષિત યુવકોને રોજગાર મેળવવા ફાંફા મારવા પડી રહ્યા છે. ચાર શિક્ષિતો પૈકી માત્ર એક યુવકને માંડ નોકરી મળે છે.
આગામી સમયમાં ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ બેરોજગારીના મુદ્દે પ્રચંડ આંદોલન કરશે. અને જીલ્લાના શિક્ષિત યુવકોને રોજગારી મળી રહે તે માટે મહા અભિયાન ચલાવવામાં આવશે.
દેશમાં વધી રહેલી બેરોજગારીના મુદ્દે ભરૂચ યુવા કોંગ્રેસ મેદાનમાં.
Advertisement