વાદળછાયા વાતાવરણને પગલે ખુશનુમા પ્રસરી જવા પામી હતી. વહેલી સવારથી સમગ્ર ભરૂચ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણમાં તાજગીનો અહેસાસ થયો હતો. જોકે ઠંડીનું પ્રમાણ સાવ નજીવું માલુમ પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં આવા વાતાવરણને પગલે કમોસમી વરસાદની સંભાવના જોવા મળતી હતી જેને પગલે ધરતીપુત્રોમાં ચિંતા છવાઈ જવા પામી હતી. આજે સવારે સરેરાશ 22 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જોકે હવામાન વિભાગે વરસાદની સંભાવના નહીંવત હોવાનું જણાવતા ધરતીપુત્રોને હાશકારો મળશે.
Advertisement