Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા નદીનાં કિનારે રેતીમાં છુપાવેલો દારૂ સાથે હનીફ દિવાન ઝડપાયો.

Share

ભરૂચનાં બુટલેગર હવે ઘરનાં બદલે ખેતરો અને નર્મદા નદીનાં પટમાં દારૂ સંતાડી રહ્યા હોવાની બાતમીને આધારે ભરૂચ શહેર પોલીસે રેડ કરી રેતીમાં છુપાવી રાખેલ વિદેશી દારૂ સાથે બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ જીલ્લામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ આજે પણ મંગાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે બુટલેગરો દ્વારા અવનવા કીમિયા અપનાવવામાં આવી રહ્યા છે ત્યાં જ થોડા દિવસો પહેલા ખેતરોમાં અવાવરુ જગ્યાઓમાં દારૂ છુપાવનારા બુટલેગરોને પોલીસે બાતમીને આધારે ઝડપી લીધા હતા. જયારે ભરૂચ શહેર એ ડિવીઝન પોલીસને મળેલી પાકી બાતમીને આધારે ધોળીકૂઈ બજારનાં રોટરી કલબ પાછળ રહેતો હનીફ ઉર્ફે અન્નુ દીવાનનાં એ વિદેશી દારૂ મંગાવી વેચી રહ્યો છે તેવી પાકી બાતમીને આધારે વોચ ગોઠવતા હનીફ દીવાન નર્મદા નદીનાં કિનારે રેતીમાં દારૂની પેટીઓ દાંટીને ત્યાંથી દારૂ વેચતો હોવાનું જોતાં પોલીસે હનીફ દીવાનને પકડી લઈને રેતીમાં દાટેલી દારૂની પેટીઓ નંગ 6 કુલ 2885 પાઉચ કિંમત રૂ.28,800 સાથે પોલીસે હનીફ દીવાનને ઝડપી લઈ તેની સામે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરીને તે કોની પાસેથી દારૂ લાવ્યો હતો તેની તપાસ શહેર એ ડિવીઝન પોલીસે હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામના સરપંચ વિરુદ્ધ સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

ઝઘડિયા : નવી તરસાલી ખાતે જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

બોલેરો પીકઅપ ગાડી માંથી જંગી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!