Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં હલદરવા ગામની સીમમાં ઝનોર ગામની પરણીતા અને તેના બાળકની લાશ મળી આવતા પરિવારજનોએ તેણે આપઘાત કર્યો હોવાનું કહેતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલ કરજણ તાલુકાનું સરહદી ગામ હલદરવા ગામની સીમમાં એક મહિલા અને એક વર્ષના બાળકની લાશ મળી આવી હતી. લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. તપાસ કરતાં ભરૂચ તાલુકાના મનુબર ગામે રહેતી પરિણીતા હેતલ મુકેશ અને તેનો એક વર્ષનો પુત્ર તારીખ 20 થી ગુમ થઈ ગયા હતા જેઓ આજે મૃત હાલતમાં હલદરવા ગામની સીમમાં મળી આવ્યા હતા આ અંગે પોલીસે તપાસ કરતાં નજીકમાં ઝેરી દવાની બોટલ મળી આવી હતી

તેમજ પરિણીતાનું શરીર અર્ધનગ્ન હોવાથી પોલીસે અનેક શંકા-કુશંકાઓ વ્યક્ત કરી છે. પરંતુ પરિવારજનોના કહેવા મુજબ 20 તારીખે માતા પુત્ર ગુમ હતા અને તેમના આપઘાત કર્યો હોવાનું પોલીસને કહેતા પોલીસ હાલ તો અકસ્માત અંગે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગ ગ્રામપંચાયત બહાર જ ગંદકીના ઢગ ના કારણે સ્થાનિકો ત્રાહિમામ.

ProudOfGujarat

નડિયાદ : હથીપુરા ગામનાં ખેતરમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેનું બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ રજૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!