Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એ ડિવિઝન પોલીસનાં સર્વેલન્સ ટીમે સિવિલ હોસ્પિટલમાં અગાઉ થયેલ કોપરનાં પાઇપની ચોરીના ગુનામાં નાસતો ફરતો એક આરોપીને ઝડપી પાડયો હતો.

Share

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ વિભાગની ટુકડી પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન એક શંકાસ્પદ ઈસમ નામે ચિરાગ મોહન પટેલ (રહે.મક્તમપુર, ભરૂચ) પાસે થી કોપર પાઇપના ટુકડા મળી આવ્યા હતાં. જે અંગે પૂછતાછ કરતા તેણે કબુલ્યું હતું કે ચારેક મહિના અગાઉ તેણે સિવિલ હોસ્પિટલના એર કંડીશનરના કોપરના પાઇપ કાપી ચોરી કરી હતી. આથી પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ આરોપી વિરુદ્ધ અગાઉ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ 457, 380 અન્વયે ગુનો દર્જ હતો.

Advertisement

Share

Related posts

ઉમરપાડાના માંડણ ગામે સ્વચ્છતા અભિયાન અને વાનગી સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજાયો

ProudOfGujarat

માતરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!