26 મી જાન્યુઆરીના રોજ ભરૂચ ખાતે સહારા મેમોરિયલ ટ્રસ્ટ તેમજ GNS ન્યુઝ એજેન્સી દ્વારા હવેથી ભરૂચ રત્ન એવોર્ડથી ભરૂચના વિવિધ ક્ષેત્રના લોકોને સન્માનિત કરવામાં આવશે. સહારા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને GNS ન્યુઝ એજન્સી દ્વારા ભરૂચ જિલ્લાના ગૌરવવંતા નાગરિકોને જિલ્લાનું વિશેષ સન્માન આપવામાં આવશે જેને “ભરૂચ રત્ન” નામ આપવામાં આવ્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા નાગરિકોને આ સન્માનથી નવાઝવામાં આવશે.આવતીકાલે કુલ ૨૪ નાગરિકોનું સન્માન થશે જેમાં સૌથી નાની વયની પુત્રી ખુશી ચુડાસમાથી લઈને 80 વર્ષના વરિષ્ઠ પત્રકાર મહેન્દ્ર ગાંધીનો સમાવેશ થાય છે,ભરૂચના પત્રકાર વસીમ મલેક દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ આફ્રિકાથી વિશેષ મેહમાન તરીકે હોલિવુડની કલાકાર મેરી લુઈસ પણ વિશેષ ઉપસ્થિત રહેશે. જેને મિસ્ટર વર્લ્ડ અસ્ફાક બેંડવાલાનો ઍવોર્ડ સુપરત કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રે સન્માન લેનાર ગૌરવવંતા નાગરિકોમાં ૧. મુનાફ પટેલ (ક્રિકેટર ભારતીય ક્રિકેટ ટીમ) ૨.અસ્ફાક બેંડવાલા (સાઉથ આફ્રિકામાં રહીને મિસ્ટર વર્લ્ડ બન્યા હાલ હોલિવુડ કલાકાર અને મોડલ) ૩.ખુશી ચુડાસમા (નાની ઉંમર માં શુટિંગમાં નેશનલ ક્વોલિફાઇ કર્યું) 4.રશ્મિ કંસારા (બ્લડ ડોનેશનનું ઉમદા કાર્ય છેલ્લા ૨૦ વર્ષથી) 5.અતુલ મુલાણી (ભૂખ્યાને ભોજન નામથી સંસ્થા ચલાવી દરરોજ ૩૦૦ થી વધુ ગરીબોને ખાવાનું આપે છે) 6.દિક્ષા વાનિયા (રસ્તાઓ પર નીકળીને ગરીબોને નાસ્તો, ખાવાનું ,કંબલ વિતરણ વગેરે) 7.મહમંદ ફાંસીવાલા “મરણોપરાંત “ (આરોગ્ય ક્ષેત્રે ઉમદા કાર્ય) 8.ફેઝલ પટેલ (એચએમપી ફાઉન્ડેશન નામથી સંસ્થા ચલાવી ગરીબોની સેવા) 9.રાકેશ ભટ્ટ (સેવા યજ્ઞ સમિતિ દ્વારા લોકસેવા) 10. શહીદ યુસુફ ખીલજી “મરણોપરાંત “( વર્ષ ૨૦૦૪ માં કારગિલ યુદ્ધમાં શહીદ) 11.અશોક પંજવાની (પર્યાવરણ બાબતે સારું કાર્ય અને દરરોજ 15000 જેટલા કર્મચારીઓને મફત ભોજન) 12.ડી.એ આનંદપુરા (અંકલેશ્વર ઓદ્યોગિક વિસ્તારમાં સિંહફાળો )13.એમ.એસ જોલી (ઉદ્યોગ અને ફિલ્મ ક્ષેત્રે) 14. એહમદ પટેલ (રાજનીતિ ક્ષેત્રે ભારતભરમાં ભરૂચનું નામ રોશન કર્યું 15.મનસુખ વસાવા (સતત 6 વાર લોકસભા સાંસદ બન્યા) 16.છોટુભાઈ વસાવા (આદિવાસી સમાજના નેતા સતત ધારાસભ્ય) 17.ડૉ. સુનિલ ભટ્ટ ( નરેન્દ્ર મોદી પર પીએચડી કરનાર પહેલા ભારતીય )18.ડૉ.ખુશ્બુ પંડયા (સોશીયલ મીડિયા પર પીએચડી કરનાર પહેલા ભારતીય )19.
ડૉ.અશ્વિન કાપડિયા (ભરૂચના પહેલા વ્યક્તિ જેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહ્યા ) 20.ડૉ.સુકેતુ દવે (આરોગ્ય સેવા આપનાર) 21.ડૉ.તરુણ બેન્કર (ભરૂચમાં રહીને ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને એ જ વિષય પર પીએચડી કર્યું હાલ નિર્માતા દિગ્દર્શક છે )22. ઇમરાન બાદશાહ (સીદીનું આફ્રિકા ધમાલ નૃત્યને દુનિયાના વિવિધ દેશોમાં પ્રદર્શન કર્યું) 23.મહેન્દ્રભાઈ ગાંધી (યુવાનીથી જૈફ વાયની વયે પણ પત્રકારત્વ ,ગાંધીવાદી વિચારધારા સાથે )વગેરેનો સમાવેશ થાય છે. આજરોજ આયોજક સંસ્થાના વસીમ મલેકે એક પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી.
ભરૂચ રત્ન એવોર્ડ 2020 બાબતે પત્રકાર પરિષદ યોજાઇ.
Advertisement