Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભરૂચ LCB પોલીસ.

Share

ભરૂચ એલસીબી પોલીસે નબીપુર પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચ ઝાડેશ્વર નજીકથી ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી અર્થે ભરૂચ સી ડિવીઝન પોલીસને સોંપી દીધો હતો. ભરૂચ એલસીબી પોલીસ ભરૂચ સી ડિવીઝન પોલીસની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન નબીપુર પોલીસ મથકે વર્ષ 2019 દરમ્યાન પ્રોહિબિશન એક્ટ કલમ 65 એ ઈ 81 મુજબના ગુનામાં એક આરોપી મનોજ મોહન બારોટ (રહે.ગણેશ વિહાર, ઝાડેશ્વર) ને ઝાડેશ્વર નજીક ફરી રહ્યો છે,જે અંગેની બાતમી મળતા પોલીસે ત્યાં પહોંચી તેની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી અર્થે ભરૂચ સી ડિવીઝન પોલીસને સોંપી દીધો હતો.

Advertisement

Share

Related posts

પાલેજ અને કરજણમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે મસ્જિદો, મહોલ્લાઓ રોશનીથી શણગારવામાં આવ્યા.

ProudOfGujarat

કેરાલાથી પાર્લામેન્ટ દિલ્હી સુધીની સાયકલ યાત્રા અંકલેશ્વર આવી.

ProudOfGujarat

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, 18 લાખની મત્તાની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!