ભરૂચના ધોળીકુઇ બજારમાં આજરોજ એક કપચી ભરેલું ટ્રેકટરનું ટ્રેલર અંડર ગ્રાઉન્ડ ગટર માં ફસડાઈ પડતાં મુખ્ય માર્કેટની અવરજવર થંભી પડી હતી. ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોની વધુ એક બેદરકારી બહાર આવવા પામી છે, ભરૂચના ધોળીકુઇ બજારમાં ઘણા લાંબા સમયથી રોડની વચ્ચોવચ ગટર પસાર થઈ રહી છે. આજે કપચી ભરેલા એક ટ્રેકટરના ટ્રેલરનું પાછળનું ટાયર ગટર ઉપર મુકેલ જાડી તોડી ફસડાઈ પડતા પલટી ખાતા રહી ગયું હતું. આ ધટનાને કારણે લાંબા સમય માટે ધોળીકુઈ બજારમાં જવાનો માર્ગ અવરોધાયો હતો. ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો આ જગ્યાએ કાયમ વૈકલ્પિક મરામત જ કરતી આવી છે અને અવારનવાર કોઇક ને કોઇ વાહન આ રીતે ફસાઈ જતું હોય છે. નગરપાલીકા સત્તાધીશોએ આ ગટરલાઇનને પાઇપ નાંખી પાકો રસ્તો બનાવી અવર-જવર માટેનો માર્ગ સુગમ બનાવવાની જરૂરિયાત છે પરંતુ પાલિકા સત્તાધીશો આ પરત્વે આંખ આડા કાન કરી રહ્યું છે.આવનારા દિવસોમાં લોકોની સમસ્યાનો કાયમી ધોરણે અંત લાવે તે સ્થાનિક રહીશોની માંગણી છે.
ભરૂચના ધોળીકુઇ બજારમાં કપચી ભરેલું ટ્રેકટર અંડર ગ્રાઉન્ડ ગટરમાં ફસાઈ જતાં મુશ્કેલીઓ સર્જાઈ હતી.
Advertisement