ભરૂચ તાલુકાના ત્રણ જેટલા ગામોમાં વહેલી સવારે ડી.જી.વી.સી.એલ ની વિજિલન્સ ટીમોએ ત્રાટકી મીટરો તેમજ કનેક્શન તપાસતા લાખો રૂપિયાની ચોરી ઝડપી પાડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારની વહેલી સવારે ભરૂચ તાલુકાના સેગવા,ઝંઘાર તેમજ પારખેત ગામે દક્ષિણ ગુજરાત વીજ નિગમની વિજિલન્સ ટિમોએ પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ હાથ ધરતા ૧૭ લાખ ઉપરાંતની વીજ ચોરી પકડી પાડવામાં સફળતા સાંપડી હતી, વહેલી સવારે જ વિજિલન્સની ટિમો ત્રાટકતા વીજ ચોરી કરનારા ઊંધતા ઝડપાયા હતા, વિજિલન્સ ટિમ દ્વારા લગભગ ૫૦ જેટલા કનેકશનમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું જણાતા તેઓને દંડિત કરી શિક્ષાત્મક પગલાં સ્વરૂપે આકરો દંડ ફટકાર્યો હતો. ત્રણેય ગામોમાં વીજ ચેકીંગ દરમિયાન કોઈ જ અનિચ્છનીય ધટના બનવા પામી ન હતી ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાલેજ નજીકના જ બે અન્ય ગામોમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યા હતા.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ